દાંત નો દુખાવો ઘણા બધા લોકોને થાય છે આમ જોવામાં આવે તો દાંત નો દુખાવો એક સામાન્ય દુખાવો છે ઘણીવાર દાંત નો દુખાવો આપણને ખૂબ પરેશાન કરતો હોય છે દાંત નો દુખાવો થવાનું કારણ દાંતમાં સડો લાગવો દાંતમાં પોલાણ થવું કે પછી ડાપણ nidad ફૂટવી આ બધા કારણોથી ઘણી વખત દાંત નો દુખાવો થતો હોય છે દાંત નો દુખાવો થાય ત્યારે આપણે દાંતના ડોક્ટર જોડે જઈએ છીએ ત્યારે તે આપણને દુખાવો બંધ થવાની દવા આપે છે તે દવાથી થોડા સમય માટે આપણને દાંતના દુખાવાથી મુક્તિ મળે છે પણ આજે હું તમને એક ઘરેલું ઉપાય બતાવીશ જેનાથી તમને થોડા સમય માટે રાહત મળશે
જો તમને દાંત નો દુખાવો થતો હોય તો તે તમે ડુંગળીના ઉપયોગ દ્વારા મટાડી શકો છો તે માટે સૌપ્રથમ 1 ડુંગળી લઈને તેને કાપો પછી તેને મોઢામાં ચાવો ડુંગળી ચાવવાથી ડુંગળીનો રસ તમને તે પીડામાંથી મુક્તિ મેળવવામાં મદદ કરશે
તમને જ્યારે દાંત નો દુખાવો થાય તારી બે ત્રણ લવિંગ લઈને દાંતના નીચે દબાવો લવિંગ થી તમને થોડા સમય માટે પીડામાંથી છુટકારો મળશે
થોડાં લવિંગ વાટીને તેમાં પ્રમાણસર મીઠું નાખો તેમાં થોડું લીંબુ નીચોવો ત્યારબાદ તેમાં થોડી કોલગેટ નાખીને તેની એક પેસ્ટ બનાવો આ પેસ્ટને દાંત ઉપર હલકા હાથ થી ઘસવાથી દાંત સફેદ અને ચમકદાર બનશે તેમજ મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થશે
અડધી ચમચ ફટકડીનો પાવડર એક ગ્લાસ હલકા ગરમ પાણીમાં તેને નાખો ત્યાર પછી તેમાં થોડું સેંધવ મીઠું નાખો તે પાણીને ચમચી વડે હલાવીને મિક્સ કરો ત્યાર પછી તે પાણીને મોઢામાં 20 થી 30 સેકન્ડ માટે રાખો ત્યાર પછી તે પાણીને બહાર કાઢી નાખો આમ ચાર પાંચ વખત કરવાથી તમને દાંતના દર્દમાંથી થોડી ઘણી રાહત મળશે