મિત્રો તમે બધા જાણતા હશો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે તેમજ ભારતની કુલ વસ્તીના ૭૦ ટકા વસ્તી ખેતી કરાવે છે ભારતની અર્થવ્યવસ્થા ખેતી ઉપર નિર્ભર છે આજે ખેડૂત પોતાના ખેતરમાં મજૂરી કરીને આત્મનિર્ભર બન્યો છે ખેડૂત બજારમાં આવતી નવી નવી આધુનિક સેવાનો ઉપયોગ કરીને ઓછી મજૂરી અને વધારે ઉત્પાદન મેળવતો થયો છે આજનો ખેડૂત પોતાના ખેતરમાં વર્ષો થી ચાલતી આવતી ખેતી બંધ કરીને નવા નવા પાકની ખેતી કરીને સારા પૈસા કમાય છે આજે હું તમને એક એવા ખેડૂત વિષે બતાવીશ જેને પોતાની પરંપરાગત ખેતી છોડીને પપૈયાની ખેતી કરીને વર્ષે લખો રૂપિયા કમાય છે
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના લોડપા ગામના વતની ચૌધરી જામાભાઈ વર્ષો જૂની ખેતી બંધ કરીને એક અલગ ખેતી કરાવે છે તેમને આ ખેતી શરૂયાત ૨૦૧૯માં કરી હતી તે પછી તેમને આ ખેતી વધુ અનુકૂળ આવતા તેમને પોતાની ખેતી કરવાનો વિસ્તાર વધારી દીધો જામાભાઈ ચૌધરી પપૈયાની ખેતી કરે છે તેમને પપૈયાની ખેતી માંથી ૧૦ લાખ રૂપિયા માત્ર એક વર્ષમાં કમાય છે તે પપૈયાની ખેતી માંથી આજે તેમની પાસે એક નાનું ટ્રેકટર છે જેની મદદથી ખેતરને નિંદામન મુક્ત રાખે છે આજે તેમની આ ખેતી જોવા માટે આજુ બાજુના ગામના લોકો આવે છે અને તેમની પાસે થી પપૈયાની ખેતી નું જ્ઞાન મેળવે છે
દાંતીવાડા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો આજે બટાકા મગફરી રાયડો અને બાજરી જેવા પાકો વાવતાં હોય છે ત્યારે ચૌધરી જમાભાઈ વર્ષો જૂની ખેતી બંધ કરીને વર્ષ ૨૦૧૯ સૌપ્રથમ વાર પૈપયાની ખેતી કરે છે તેમને પોતાની ચાર વીઘા જમીનમાં અંદાજિત ૩૦૦૦ જેટલા પપૈયાના છોડ વાવીને ખેતી ની શરૂયાત કરી હતી તેમને દોઢ વર્ષ પછી આ પપૈયાની ખેતી માંથી ૧૦ લાખ રૂપિયાની જંગી કમાણી કરી હતી તેમને આ ખેતીમાં સારી કમાણી દેખાતા તેમને વાવેતરનો વિસ્તાર વધારીને આજે ૬૦૦૦ જેટલા છોડ વાવે છે આજે જામાભાઈ ચૌધરી પપૈયાની ખેતી માંથી વર્ષે સારી કમાણી કરે છે