માત્ર 24 વર્ષ ની નાની ઉંમરે કરોડો રૂપિયા નો માલિક અને કરોડો ની ગાડીઓ ફેરવતો થય ગયો આ ખેલાડી પૈસા બાબતે મોટા દિગ્ગજો ને આપે છે ટક્કર…..

ક્રિકેટ

માત્ર 24 વર્ષની ઉંમરે રિષભ પંતની કુલ સંપત્તિ 66.42 કરોડ રૂપિયા છે. વર્ષ 2021માં પંતની કુલ સંપત્તિ $5 મિલિયન હતી, જે ભારતીય રૂપિયાના હિસાબે 39 કરોડ છે. પંતની વાર્ષિક આવક 10 કરોડ રૂપિયાની આસપાસ છે,

જ્યારે તે મહિને 30 લાખ રૂપિયા કમાય છે. રિષભ પંત ઉત્તરાખંડના હરિદ્વારમાં એક લક્ઝરી ડિઝાઇનર હાઉસનો માલિક છે. રિષભ પંતને મોંઘી કારનો ખૂબ જ શોખ છે. પંતના કાર કલેક્શનમાં મેરેસિડેઝ, ઓડી A8 અને ફોર્ડનો સમાવેશ થાય છે,

જેની કિંમત અનુક્રમે રૂ. 2 કરોડ, રૂ. 1.80 કરોડ અને રૂ. 95 લાખ છે. ઋષભ પંત બીસીસીઆઈ કોન્ટ્રાક્ટના એ ગ્રેડમાં આવે છે, જે હેઠળ તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ માટે 8 કરોડ રૂપિયાની સીઝન ફી ઉપલબ્ધ છે.

રિષભ પંત ભારત માટે અત્યાર સુધીમાં 31 ટેસ્ટ, 27 વનડે અને 58 ટી20 રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 43.33ની ઝડપે 2123 રન, વનડેમાં 36.52ની ઝડપે 840 રન અને ટી20માં 23.95ની ઝડપે 934 રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *