આ ખોરાક ને ભૂલથી પણ ગરમ કરીને ન ખાવો જોઈએ, બની શકે છે ગંભીર બીમારી નું કારણ

Health

આજે તમને જણાવીશું કે એવી કઈ કઈ વસ્તુ છે જેને ભૂલથી પણ ગરમ કરીને ના ખાવી જોઈએ. એવું પણ કહેવાય છે કે આ ખોરાક ને ગરમ કરી ને ખાવથી આપણા શરીર માં બહુ જ ખરાબ અસર થાય છે. ખોરાક ને ગરમ કરવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન છે જે આપણને ગંભીર બીમારી તરફ ધકેલી દે છે. એટલા માટે એવા ખોરાક ને ભૂલથી પણ ગરમ કરી ન ખાવું જોઈએ. બપોર ના ભોજન માં કે રાત્રી ભોજન માં મોટા ભાગે કંઈક ના કંઈક તો વધતું જ હોય છે, તેવામાં આપણે તેને ગરમ કરી ને ખાતા હોઈએ છીએ.
અમુક ખોરાક એવા હોય છે કે જેને ગરમ કરવાથી તેમાં મોજુદ પ્રોટીન ખતમ થઇ જાય છે અને અમુક તત્વો કેન્સર ના કારણ બની જતા હોય છે. તમે ગણી વાર સાંભર્યું હશે કે રાંધેલા ખોરાક ને ગરમ કરવાથી તેમાં રહેલા પોષકતત્વો નાશ થઇ જાય છે. તો ચલો જાણીએ એવી કઈ વસ્તુ છે જેને ગરમ કરી ન ખાવી જોઈએ.
૧) બટાકા; મિત્રો બટાકા સ્વાસ્થ્યવર્ધક હોય છે પરંતુ તેને બનાવી ને વધુ સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્વો સમાપ્ત થઇ જાય છે. તેને ફરીથી ગરમ કરી ને ખાવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર પડે છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડતી હોય છે.
૨) બીટ; બીટ ને ક્યારેય પણ બીજીવાર ગરમ કરી ન ખાવું જોઈએ. તેવું કરવાથી તેમાં રહેલ નાઇટ્રેટ નાશ થઇ જાય છે. કદાચ બીટ વધુ બની પણ જાય તો તેને ફ્રિજ માં મૂકી દેવી અને જયારે તમે ફરીવાર ખાવ ત્યારે થોડો સમય પહેલા બહાર રાખી દેવું પછી તેને ગરમ કર્યા વગર ઉપયોગ માં લેવું જોઈએ. આવું કરવાથી આપણે તેના પોષકતત્વો ને લઇ શકીએ છીએ.
૩) મશરૂમ; હમેંશા કોશિશ કરવી જોઈએ કે મશરૂમ ફ્રેશ જ ખાઈએ અને હા મશરૂમ માં પ્રોટીન નો ખજાનો હોય છે. પરંતુ તેને ગરમ કરીને ખાવાથી પ્રોટીન નું કોમ્પઝિશન બદલાઈ જાય છે. અને તે હાનિકારક થઇ જાય છે.
૪) પાલક; પાલક ને બીજીવાર ગરમ કરીને ખાવાથી કેન્સર નો ખતરો વધી જાય જાય છે. તેમાં રહેલ નાઇટ્રેટ બીજીવાર ગરમ કરવાથી કંઈક એવા તત્વોમાં બદલાઈ જાય છે જેનાથી કેન્સર નો ખતરો વધી જાય છે. માટે તેને
બીજીવાર ગરમ કરી ને ના ખાઈએ તો સારું.
૫) ભાત; ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી નું માની તો જયારે આપણે ભાત ને ગરમ કરીને ખાઈ તો તેમાં બેકટેરિયા જીવિત થાય છે. તેને સામાન્ય વાતાવરણ માં પણ રાખી દઈએ તો બહુ બધા બેકટેરિયા વધી જતા હોય છે. વાસી ભાત ખાવથી ઝાડા ઉલ્ટી જેવી બીમારીઓ થઇ શકે છે. તેને ગરમ કરવાથી પણ જીવનું તેમાં હાજર હોય છે.

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *