આ મંદિરમાં ૨૦ હજાર ઉંદર વાસ કરે છે. જો ૨૦ હજાર ઉંદરોને ચઢાવેલો પ્રસાદ ખાવાથી અને મંદિરમાં સફેદ ઉંદરના દર્શન થઇ જાય તો તમારી દરેક મનોકામના અવશ્ય પુરી થાય છે..

Uncategorized

રાજસ્થાન જેટલું સુંદર છે એટલું જ વિચિત્ર પણ છે. આજે અમે તમને રાજસ્થાનમાં આવેલા એક એવા જ મંદિર વિષે જણાવીશું જે તેની આ અનોખી પરંપરાના લીધે તે દેશ વિદેશમાં ફેમસ છે. કારણ કે આ મંદિરમાં ભક્તોથી ઉંદરોની સંખ્યા જોવા મળે છે. આ મંદિરમાં ઉંદરોને પવિત્ર માનવામાં આવે છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો દ્વારા તેમને દૂધ, લડ્ડુ જેવો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

આ મંદિર કરણી માતાનું છે અને તે બિકાનેરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. બિકાનેરમાં આવેલા આ કરણી માતાના મંદિરમાં ૨૦ હજારથી પણ વધારે ઉંદર રહે છે. આ મંદિરમાં જેટલા ભક્તો પણ આવે છે. તેમને ઉંદરો દ્વારા એથી કરેલી પ્રસાદી આપવામાં આવે છે. ચમત્કારની વાતતો એ છે કે મંદિરમાં આટલા ઉંદર હોવા છતાં કોઈપણ જાતની દુર્ગંધ નથી આવતી.

આજ સુધી આ મંદિરમાં ઉંદરો દ્વારા કોઈપણ જાતની બીમારી ફેલાઈ નથી. આ મંદિરમાં માન્યતા છે કે ઉંદરોનો એઠો પ્રસાદ ખાવાથી ભક્તોની મનોકામના ચોક્કસ પણે પુરી થાય છે અને તમે આ મંદિરમાં દર્શન કરવા માટે જાઓ અને જો તમને આ ૨૦ હજાર કાળા ઉંદરોમાં સફેદ ઉંદરના દર્શન થઇ જાય છે. તો તમારી મનોકામના અવશ્ય પણે પુરી થાય છે.

આ મંદિરમાં ઉપસ્થિતિ ઉંદરોને કાવા કહેવામાં આવે છે અને ભક્તો દ્વારા માતાને જે પ્રસાદ ચડાવવામાં આવે છે. તેને પહેલા ઉંદરોને ચઢાવવામાં આવે છે અને પછી તેજ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ મંદિરની ખ્યાતિ ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ ફેલાયેલી છે. વિદેશોથી ફરવા માટે આવતા પ્રવાસી પણ આ મંદિરની જરૂરથી મુલાકાત લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *