ભારત એક આધ્યાત્મિક દેશ છે ભારતમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખનારા લોકો દેશના ખૂણે ખૂણા માં છે આજે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે તે દરેક મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે ભારતના મંદિરો માં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરમાં આવેલા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે આ મંદિરમાં તથા ચમત્કાર જોઈને બધા લોકો ચૌકી જય છે ભારતમાં આવેલા આ મંદિરો રહસ્ય થી ભરેલા છે આ રહસ્યોને હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી આજે હું તમને એવા ચમત્કારિક મંદિર વિશે બતાવી જેના ચમત્કાર જોઈને તમે વિશ્વાસ નહીં કરો
આ ચમત્કારી મંદિર નવસારી જિલ્લામાં આવેલું છે આ મંદિરને ખોખલી માતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે ખોખલી માતા મંદિર નો એક રહસ્યમય ઇતિહાસ રહેલો છે ખોખલી માતા મંદિર માં દર્શન કરવાથી બાળકોની ખાંસી દૂર થાય છે એક મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા વર્ષો પહેલા મંદિર ની બાજુમાં આવેલા કુવામાંથી માતાજીની પ્રતિમા સ્વયંભૂ પ્રગટ થઈ હતી ત્યાર પછી માતાજીની પ્રતિમાની મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી
આ મંદિરમાં દર્શન કરવાથી ખાંસી માંથી મુક્તિ મળતી હોય તેમ માનવામાં આવે છે જે બાળકને ખાંસી થઈ હોય તેના માતા-પિતા આવીને મંદિરમાં માનતા રાખતા હોય છે અને જ્યારે માનતા પુરી થાય ત્યારે દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરના બાજુમાં આવેલા કૂવા નું પાણી પીવાથી ઉધરસ માંથી છુટકારો મળે છે અત્યાર સુધી હજારો બાળકોની ખાંસી માંથી મુક્તિ મળી છે જે લોકો મંદિરમાં આવીને માતાજીની માનતા રાખે છે તે દરેક લોકોને માતાજી માનતા પૂર્ણ કરે છે
ખોખલી માતાના દર્શન કરવા માટે હજારો ભક્તો આવતા હોય છે મંદિરમાં આવેલા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે
ખોખલી માતાની માનતા રાખવાની સાથે ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે