હિંદુ ધર્મ ઘણા બધા દેવી-દેવતાઓને અલગ-અલગ સ્વરૂપે પૂજવામાં આવતા હોય છે આ બધા દેવી-દેવતાઓમાં હનુમાનજીને એક વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે હનુમાનજી જન્મથી બ્રહ્મચારી હતા તે સ્ત્રીઓને માતા અને બહેન માનતા હતા એવું કહેવામાં આવે છે કે હનુમાનજીની પૂજા પુરુષો જ કરી શકે છે ભારતમાં હનુમાનજી ઘણા ચમત્કારી મંદિર આવેલા છે આ બધા મંદિરમાં હનુમાન ને અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે પણ ભારતમાં હનુમાન દાદાનું એક અનોખું મંદિર આવેલું છે આ મંદિરમાં હનુમાન દાદા ને સ્ત્રી સ્વરૂપે પૂજવામાં આવે છે
આ મંદિર મધ્યપ્રદેશના રતનપુર ગામમાં આવેલું છે આ મંદિરમાં હનુમાનજીનું સ્વરૂપ મહિલાઓ જેવું છે ભારતમાં આવેલા બધા હનુમાન મંદિરમાં હનુમાનજીને પુરુષ સ્વરૂપે પૂજવામાં આવે છે પણ આ મંદિરમાં હનુમાન દાદા ને સ્ત્રી સ્વરૂપે પૂજવામાં આવે છે આ મંદિર 10000 વર્ષ જૂનું હોય તેમ માનવામાં આવે છે
આ મંદિરની સ્થાપના બિલાસપુર ના રાજા પૃથ્વી દેવજુ એ કરાવી હતી રાજાને કોડની બિમારી હતી આ બીમારીના લીધી રાજા કોઈપણ વ્યક્તિને અડી શકતા ન હતા રાજા હનુમાનના ખૂબ મોટા ભક્ત હતા આ બીમારીથી પરેશાન રાજા હંમેશા સુંદર મહિલાઓના સપના જોતા હતા પણ એક દિવસ તેમને એક સપનું આવ્યું તેમાં હનુમાન દાદા જેવી દેખાવારી એક સ્ત્રી તેમને એક મંદિર બનાવવાની વાત કરી અને મંદિરની પાછળ એક તળાવનું નિર્માણ કરવાનું કહ્યું તે સાથે મહિલાએ કહ્યું કે આ તળાવમાં સ્નાન કરવાથી તેમના બધા રોગ દૂર થઈ જશે તેના બીજા દિવસ સપનામાં જોયેલી પ્રતિમાનું રાજાએ નિર્માણ કર્યું અને એક મંદિર તળાવ બનાવવાનો આદેશ આપ્યો તે મંદિરમાં વિધિ-વિધાન દ્વારા હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તે દિવસથી આ મંદિરમાં હનુમાનજીની સ્ત્રી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે