ભારત એક ધાર્મિક દેશ છે આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાની પૂજવામાં આવે છે ભારતમાં દરેક દેવી દેવતાના નાના મોટા મંદિરો આવેલા છે ભારતમાં આવેલા આ મંદિરોમાં અલગ અલગ દેવી-દેવતા બિરાજમાન છે
મંદિરમાં રોજ અવનવા ચમત્કાર જોવા મળતા હોય છે આ ચમત્કાર જોઈને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી જતી હોય છે આજે હું તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે બતાવીશ જેના ચમત્કાર જોઈને તમને વિશ્વાસ નહીં થાય
આ મંદિર ગીર સોમનાથ જિલ્લાના સુગાળા ગામે આવેલું છે આ મંદિરનું નામ આઈ શ્રી ખોડીયાર જે મંદિરમાં ખોડીયારમાં સાક્ષાત બિરાજમાન છે ખોડીયારમાના આ મંદિરમાં ખોડીયાર માં આરતીના સમયે મગરના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે
મંદિરના બાજુમાં આવેલા તળાવમાં આરતીના સમયે મગર આવે છે આઈ શ્રી ખોડીયાર મંદિરમાં દૂર દૂરથી ભક્તો ખોડીયાર માતાના દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરમાં રહેવા તથા જમવાની સગવડ પણ આપવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે મંદિરમાં માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો મંદિરમાં આવીને બાળકનો ફોટો મુકતા હોય છે અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે