ભારતમાં હનુમાન દાદાના ઘણા મંદિર આવેલા છે હનુમાન દાદાના મંદિરમાં અવાર નવાર ચમત્કાર થતા જોવા મળે છે હનુમાનદાદા પોતાના ભક્તને સાક્ષાત આવીને દર્શન પણ આપતા હોય છે હનુમાન દાદા આજે પણ ધરતી ઉપર એક માત્ર જીવિત દેવતા છે તેમને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત થયેલું છે હનુમાનદાદ આજે પણ જીવિત હોવાનો અહેસાસ કરાવતા હોય છે આજે હું તમને હનુમાનદાદાના એક એવા મંદિર વિષે બતાવીશ જેનાવિષે જાણીને તમને વિશ્વાસ નહીં થાય આ મંદિરમાં આજે પણ હનુમાનદાદા શ્વાસ લઈ રહયા છે
ઉત્તરપ્રદેશના ઇટવા શહેરથી માત્ર ૧૨ કિલોમીટર દૂર હનુમાનદાદાનું એક ચમત્કારી મંદિર આવેલું છે આ મંદિરમાં હનુમાનદાદા સુતેલી અવસ્થામાં છે તેમના વિષે એવું કહેવામાં આવે છે કે હનુમાનદાદા સ્વયં પ્રસાદી ગ્રહણ કરે છે અને મંદિર માંથી હનુમાનદાદા શ્વાસ લેતા હોય તેવો અવાજ આવે છે
હનુમાનજીના આ ચમત્કારી મંદિર મહાવીર મંદિર તરીકે ઓરખવામાં આવે છે મહાવીર મંદિરમાં હનુમાનદાદાની પ્રતિમા સુતેલી અવસ્થામાં છે જેના દર્શન કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે આ ચમત્કારી મંદિરનું નિર્માણ હુકમ ચંદ પ્રતાપ ચૌહાણે કરાવ્યું હતું આ મંદિર ૩૦૦ કરતા પણ વધારે વર્ષ જૂનું હોય તેમ માનવામાં આવે છે આ મંદિરના પૂજારી હનુમાનદાદા મોં પ્રસાદ મૂકે છે અને પ્રસાદ ગાયબ થઇ જાય છે હનુમાનજીના મોં મુકેલો પ્રસાદ ક્યાં જાય છે તે વાતનું રહસ્ય હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી એવું માનવામાં આવે છે કે હનુમાનજીને લાડુનો ભોગ અને દૂધ પીવડાવાથી હનુમાનદાદા પ્રસન્ન થતા હોય છે
સ્થાનીય લોકોના કહેવા પ્રમાણે આ મંદિરમાં હનુમાનદાદા આજે પણ જીવિત છે એકાંતમાં તેમના શ્વાસ લેવાનો અવાજ સંભરાય છે મંદિરમાં આજે પણ હનુમાનજી રામનું નામ લેતા હોય તેવું કહેવામાં આવે છે મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થતી હોય છે આ ચમત્કારી મંદિરમાં હનુમાનજીના દર્શન કરવાથી જીવન કોઈ દિવસ મુશ્કેલી આવતી નથી