ભાઇબીજનો તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૬ નવેમ્બરે શનિવારના દિવસે મંગળવાર ના દિવસે દેશભરમાં મનાવવામાં આવશે. આ તહેવાર પણ રક્ષાબંધનના જેમ ભાઈ અને બહેનનો પ્રેમનો તહેવાર છે. દિવાળીના બે દિવસ પછી ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર કુમકુમ તિલક કરીને ભાઈના લાંબા આયુષ માટે અને સુખ સમૃદ્ધિ માટે પ્રભુને પ્રાથના કરે છે.
રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ બહેન પ્રત્યે એક બીજાને સ્નેહ અભિવ્યક્ત કરે છે. આ શુબ દિવસે ભાઈ તેની બહેનને મળવા માટે તેમના ઘરે જાય છે. બહેન ભાઈને તિલક કરીને તેમની આરતી કરીને તેમની નજર ઉતારે છે.
ભાઇબીજનું શુભ મુહૂર્ત: ગુજરાતી પંચાંગ અનુસાર ભાઇબીજનો તહેવાર કારતક મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૬ નવેમ્બર શનિવારના દિવસે મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત બપોરે ૧:૧૦ થી ૩:૨૧ સુધી છે. એટલે કે સારા મુહૂર્તનો સમય કુલ ૨ કલાક અને ૧૧ મિનિટનો છે.
પૌરાણિક કથાઓ મુજબ યમ અને યમુના ભગવાન સૂર્ય અને એમની પત્ની સંધ્યા ના સંતાન છે. તેમની બહેન યમુનાના લગ્ન પછી ભાઈબીજના દિવસે યમરાજ તેમની બહેનના ઘરે ગયા હતા. આ અવસર પર તેમની બહેન યમુનાએ તેમનું આદર સત્કાર કર્યું અને તેમના માથા પર તિલક લગાવીને તેમને જમાડ્યા. તેમની બહેનના આ વ્યવહારથી ખુશ થઈને યમરાજે તેમની બેન યમુનાને વરદાન માંગવાનું કહ્યું.
ત્યારે યમુનાજીએ કહ્યું કે મને વરદાન આપો કે જે પણ ભાઈ આ દિવસે તેના બહેન ઘરે જઈને તિલક કરાવશે અને બહેનના હાથનું ભોજન લેશે તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે. યમરાજે બહેનની આ વાત માની લીધી અને ખુશ થઈને બહેનને આશીર્વાદ આપ્યા.