ગત અઠવાડિયે મેઘરાજાએ વિરામ લીધા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ફરી વરસાદ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજકોટ જામનગર પોરબંદર દીવ જૂનાગઢ અમરેલી મોરબી દ્વારકા સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરી હતી જેમાં તેમણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ બંધ થઈ ગયો છે, જો કે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે.
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે, જેમાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહિસાગર વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ તાપી
નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે. રાજ્યભરમાં આજે અને આગામી દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. ગુજરાતના ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર અને કચ્છ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ચાર દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.