નિષ્ણાતોનું માનવું છે કે આ તેલને ભોજનમાં સામેલ કરવાથી હૃદયને લગતી બીમારીઓનું જોખમ ઘડાતી શકાય છે.

TIPS

ભાગદોડ વારી જીવનશૈલી અને ખાવાપીવામાં પહેલા કરતા આજના યુગમાં ખુબ બદલાવ આવ્યા છે. આજના ખોરાક જેટલા ચટાકેદાર હોય છે તેટલા શરીર માટે ચેતવણી રૂપ છે તેવું પણ માનવામાં આવે છે. હાલના સમયમાં હૃદય રોગના કેસ પણ વધુ જોવા મળે છે. એક સમય એવો હતો કે હૃદય રોગની બીમારી અમુક ઉંમર પછી જ જોવા મળતી હતી પણ હવે મહદંશે યુવાનોમાં પણ જોવા મળતી હોય છે.

આરોગ્ય સાથે જોડાયેલ લોકોનું માનવું છે કે કેલોસ્ટ્રોલનું વધી રહેલ પ્રમાણ હૃદય રોગનું જોખમ વધારી રહ્યું છે. કેલોસ્ટ્રોલનું વધતું પ્રમાણ રક્તવાહિનીઓને અવરોધાય છે જેથી રક્તના પરિભ્રમણ અવરોધાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે તમે તમારા રોજિંદા આહારમાં બદલાવ લાવો તો પણ ૬૦ ટકા સુધી તમે હૃદય રોગની બીમારીમાં ઘટાડો લાવી શકો છો.

આરોગ્ય સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતી ચરબીની માત્રાને નિયંત્રણ રાખવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. ચરબીના બે પ્રકાર હોય છે. એક સંતૃપ્ત અને બીજી અસંતૃપ્ત. સંતૃપ્ત ચરબી ખુબ મીઠા અને ખુબ ખારા ખોરાકમાં હોય છે. જયારે અસંતૃપ્ત ચરબી બદામ, બીજ અને ઓલિવ ઓઇલ જેવા પદાર્થોમાં જોવા મળે છે. નિષ્ણાતોનું માનવું છે કે અસંતૃપ્ત ચરબીનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક છે.

એક પ્રકાશિત રિપોર્ટ અનુસાર જો ખાવામાં આપણે અન્ય તેલની તુલનામાં ઓલિવ ઓઇલનું સેવન કરવામાં આવે તો તે શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. ઓલિવ ઓઇલ એક મહત્વનું કામ કરે છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ધટાડે છે. હાવર્ડના નિષ્ણાતે કહ્યું કે ભોજનમાં ઓલિવ તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ હોઈ શકે છે.

ઓલિવ ઓઇલથી ઘણા એવા રોગોનું જોખમ ઘટાડી શકાય છે. વધુ પડતા કોલેસ્ટ્રોલના સ્તરને ધટાડવા ઓલિવ ઓઈલનો ઉપયોગ સલાડમાં અને ખોરાકને રાંધવા માટે કરી શકાય છે. ઓલિવ ઓઈલના ઉપયોગથી લીવર અને કેન્સરના રોગોને ઘટાડવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *