આ મંદિરમાં સાત દિવસની પ્રદક્ષિના કરવાથી લકવાના દર્દી સાજા થઇ જતા હોય છે જાણો આ મંદિર ક્યાં આવેલું છે અને તેના ચમત્કાર વિશે
આપણા ભારતમાં ઘણા મંદિરો આવેલા છે જેની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ છે આ મંદિરોમાં થતા ચમત્કાર જોઈને વિજ્ઞાન પણ હેરાન છે દરેક મંદિર પોતાની એક અલગ ઓળખાણ ધરાવે છે આ મંદિરોમાં ક્યારેક-ક્યારેક એવા ચમત્કાર તથા હોય છે કે તે જાણીને આપણને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી હકીકત હોય છે તેવા જ એક મંદિર વિશે આજે હું તમને જણાવીશ
રાજસ્થાનના નાગોર જીલ્લા માં આવેલું બુટાટી ધામ લકવા રોગોનો ખાત્મો કરવા માટે ખૂબ જાણીતું છે એવું માનવામાં આવે છે કે સંત ચતુરદાસ મંદિર કેવલ સાત પ્રદક્ષિણા કરવાથી ધીમે ધીમે લકવાની અસર ઓછી થતી જણાય છે
આ મંદિરમાં હજારો લકવાગ્રસ્ત દર્દી આવતા હોય છે અને મંદિરની સાત વખત પ્રદક્ષિણા કરવાથી લકવાની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે તેવું લોકોનું માનવું છે આ મંદિરમાં લકવાગ્રસ્ત દર્દીને સાત દિવસ સુધી રોકાવું પડે છે જેમાં સવારની આરતી પછી મંદિરના બહાર પ્રદક્ષિણા કરવાની હોય છે જ્યારે સાંજની આરતી પછી મંદિરના અંદર પ્રદક્ષિણા કરવાની હોય છે તેમ સાત દિવસ સુધી મંદિરની અંદર-બહાર પ્રદક્ષિણા કરવાની હોય છે આ પ્રદક્ષિણા પૂરી થાય એટલે લકવાગ્રસ્ત દર્દી સાજા થઇ જતા હોય તેવી માન્યતા છે બુટાટી ધામ પોતાની ચમત્કારી શક્તિઓથી લકવાના દર્દીઓ ને સાજા કરવા માટે ખૂબ મશહૂર છે
500 વર્ષ પહેલા સંત ચતુરદાસજી બુટાટી માં નિવાસ કરતા હતા તે ખૂબ પ્રસિદ્ધ યોગી હતા તે પોતાની શક્તિઓથી લકવા ના દર્દીઓને રોગમુક્ત કરતા હતા એવું માનવામાં આવે છે કે તેમના પાસે ૫૦૦ કરતાં વધારે વીઘા જમીન હતી જે તેમને દાન આપી દીધી હતી સંત ચતુરદાસ જીવીત સમાધિ લીધી હતી અને આજે તે જગ્યા ઉપર મંદિર છે