શનિવારના દિવસે હનુમાન દાદાના ભક્તો હનુમાનદાદાને પ્રસન્ન કરવા માટે ઘણા બધા પ્રકારના ઉપાય કરતા હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થતી હોય છે
શનિવાર અને મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે આ દિવસે ભક્તો હનુમાન દાદાની વિધિ વિધાન દ્વારા પૂજા કરતા હોય છે ઘણા લોકો હનુમાન દાદાનું વ્રત પણ રાખતા હોય છે હનુમાનદાદા પોતાના ભક્તોના તમામ પ્રકારના દુખડા દૂર કરતા હોય છે આ કારણ તેમને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે
એવું માનવામાં આવે છે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવે તો હનુમાન દાદાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ ઝડપી સુધારો આવે છે
શનિવારના દિવસે હનુમાનજીને તેલનો દીપ પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાન દાદા પૈસાની તંગી દૂર કરે છે આ ઉપાય તમે તમારા ઘરમાં પણ હનુમાન દાદાના ફોટાની આગળ પણ કરી શકો છો
જ્યોતિષ વિદ્યા અનુસાર શનિવારના દિવસે સવારે વહેલા ઊઠીને પીપળાના પત્તા તોડીને આ પત્તાની એક મારા બનાવવી આ માળાને ગંગાજળમાં ધોઈ નાખવી પછી તેના ઉપર કંકુ વડે શ્રી રામનું નામ લખી મારાને હનુમાનજીની મૂર્તિ ઉપર ચડાવવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે
ઉપર બતાવેલા બે ઉપાય તમે સતત 11 શનિવાર સુધી કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે તેમજ હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત થઇ જશે