મિત્રો આજે તમને બતાવી રહ્યા છીએ કે કઈ વસ્તુ ફ્રિજમાં મુક્ત ખરાબ થઇ જાય છે તેની માહિતી. આજકાલ ભાગતી દોડતી જીવનમાં અનેકવાર ખાવા પીવામાં દરેક પ્રકારની બેદરકારી કરી બેસીએ છીએ. આપણે એ વાતનું પણ ધ્યાન નથી રાખી શકતા કે આપણા ફ્રિજમાં મુકેલા ક્યાંક ખરાબ તો નથી થતા ને કેટલાક લોકો જાણી જોઈને રસોઈ વધારે બનાવે છે જેથી બીજા દિવસે કામ આવે એ માટે. ચાલો આવો જાણીએ એવી કઈ વસ્તુ છે કે ફ્રિજ માં મુકવાથ ખરાબ થઇ શકે છે.
મેયોનીજમાં ઘણી વધુ કેલરી જોવા મળે છે. તેમાં સિરકા, તેલ, ખાંડનો પાવડર સહીત અનેક વસ્તુઓ અન્ય વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. જો તમે માયોનીજ ને એકવાર ફ્રિજમાં બહાર કાઢી નાખો છો અને તેને ૮ કલાક સુધી બહાર જ મૂક્યું છે. તો હવે તેનો ઉપયોગ ન કરશો. એક ચોક્કસ તાપમાનમાંથી બહાર કાઢ્યા પછી માયોનીજ ખરાબ થઇ જાય છે.
માખણ ને ફ્રિજમાં બે અઠવાડિયાથી વધુ ન મૂકવું જોઈએ. જો તમારી પાસે સારા પ્રકારનું પ્લાસ્ટિક છે તો તમે તેને લપેટીને વધુ સમય માટે રાખી શકો છો. માખણ ના ઉપયોગના લગભગ ૧૫ મિનિટ પહેલા જ ફ્રીજમાંથી કાઢી લો.
ફ્રીજમાંથી દૂધ કાઢીને ઉપયોગ પછી તેને તરત જ પાછુ ફ્રિજમાં મૂકી દો. દૂધમાં બેકટેરિયા જલ્દી ઉત્પ્ન્ન થાય છે. જો તમે દૂધને ફ્રિજમાં કાઢ્યા પછી ૨ કલાક સુધી બહાર જ રાખ્યું છે તો તેનો ઉપયોગ ન કરો. કાચા ઈંડા ફ્રિજની બહાર પણ સારા રહે છે અને તેને મહિના સુધી બહાર રાખી શકાય છે. ફ્રિજમાં તેને ૫ અઠવાડિયાથી વધુ ન મુકો.