હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓ એક આગવું સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે શિવજી ભગવાનની પ્રસન્ન કરવામાં આવે તો કિસ્મત બદલાઈ જાય છે અને પ્રસાદ રૂપે મળેલા તેમના આશીર્વાદ કાયમ બનેલા રહે છે. અમુક ઉપાયો એવા છે કે તેને કરવાથી શિવજીને પ્રસન્ન કરી શકાય છે. સોમવારને ભગવાન ભોલેનાથ નો વાર માનવામાં આવે છે.
સોમવારના દિવસે ભોલેનાથને તેમની ગમતી વસ્તુ ચડાવવામાં આવે તો તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું કે તે શિવજીની ગમતી છે અને તેને ચઢાવવાથી શિવજી આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણું જીવન સફળતાના માર્ગે જાય છે.
મોટેભાગે આપણે સૌ જાણીએ છીએ કે બીલીપત્ર શિવજીની વગર ભક્તિ અધુરી છે. કારણકે બીલીપત્રનો ત્રણ આંખો જેવો આકાર હોય છે તેથી બિલિપત્ર ભોલેનાથ ની ત્રીજી આંખનું પ્રતીક માનવામાં આવે છે. તે સિવાય શિવજીને ધતુરાનું ફૂલ પણ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે ધતુરાનું ફૂલ ચઢાવવાથી શિવજી આનંદિત થઈ જાય છે અને તેમની કૃપા આપણા પર વરસતી રહે છે.
ભોલેનાથને ગાયનું દૂધ ચઢાવવાથી ચંદ્ર સાથે નો યોગ હોય તો તે દૂર થાય છે. મહાદેવને દૂધ તેમજ દૂધમાંથી બનાવેલી મીઠાઈઓ ખૂબ જ પ્રિય છે. મહાદેવને પુષ્પ ચઢાવવાથી ગ્રહોના દુઃખ દૂર થાય છે તેવું માનવામાં આવે છે. આમ તો મહાદેવને ભોળા માનવામાં આવે છે એટલે દરેક શિવમંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.