આજ રોજ કચ્છ નાં ગાંધીધામ- આદિપુર- અંજાર ત્રિરંગા યાત્રા નિકળી હતી
દિલ્હીના ધારાસભ્ય માનનીય નરેશભાઈ યાદવ અને ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ પ્રવીણભાઈ રામ અને ગુજરાત કિશાન સંગઠન ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ વલાણી ની આગેવાનીમાં વિજયી તિરંગા યાત્રા ગાંધીધામ ચાવલા ચોક થી શરૂ કરી આખા ગાંધીધામ મા દરેક મુખ્ય બજારો મા ફરી આદિપુર થઈ ને અંજાર મા ચિત્રકુટ સર્કલ થી પ્રવેશ કર્યો હતો ખાસ પ્રવીણ ભાઈ એ યાત્રા દરમિયાન અંજાર વીર બાળ ભૂમિ સ્મારક ની મુલાકાત લીધી હતી અને એનો વિકાસ ગુજરાત સરકાર નથી કરતી એ વાત પર ખેસ વ્યક્ત કર્યો હતો અને આગામી ૨૦૨૨ ની વિધાનસભા ચુંટણી મા આમ આદમી પાર્ટી વિજયી બને એટલે વીર બાળ ભૂમિ નો મુદ્દો આમ આદમી પાર્ટી ધ્યાન મા લઇ અંજાર ના લોકો ના પ્રશ્નો ધ્યાન મા લેશે વધુ મા ધારાસભ્ય નરેશ ભાઈ યાદવે જણાવ્યું હતું કે ૨૦૨૨ ની ચૂંટણી મા આમ આદમી પાર્ટી ગુજરાત ની તમામ ૧૮૨ સીટ પર ચુંટણી લડશે અને પંજાબ જેવો જ જુવાળ ગુજરાત મા આવશે અને ગુજરાત મા આમ આદમી પાર્ટી ની સરકાર બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને અંતે અંજાર રઘુનાથ મંદિર મા કાર્યકર્તાઓ ને નરેશભાઈ યાદવ તથા પ્રવીણ રામ દ્વારા સંબોધન કરી વિજયી તિરંગા યાત્રાએ ભુજ તરફ પ્રયાણ કર્યું હતું આ યાત્રા ને સફળ બનાવવા ગુજરાત રાજ્ય સહ મંત્રી કે કે અન્સારી તથા પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર ઠકકર તેમજ ગાંધીધામ તથા અંજાર શહેર પ્રમુખ જોગેન્દ્દ સિહ જાડેજા તથા તાલુકા પ્રમુખ અંકિત બોરીચા, પ્રવકતા જીતેન્દ્ર ચોટારા, ક્રિષ્નાબેન આહીર,ગીતાબેન રાઠોડ એ તથા જિલ્લા તાલુકા શહેર ના કાર્યકર્તાઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી સમગ્ર અહેવાલ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લા મીડિયા કો ઓર્ડીનેટર હિતેશભાઈ મકવાણા ની યાદી માથી જાણવા મળી હતી
તસવીર ભરત ઠાકોર