આમ આદમી પાર્ટીના પંજાબ જીતના ચાણક્ય સંદિપ પાઠક બન્યા ગુજરાતના નવા પ્રભારી.

Uncategorized

પંજાબ ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીએ આઠ રાજ્યોના પ્રભારીઓની નિમણૂંક કરી..

ગુજરાતની અસ્મિતા અમદાવાદ, તા.૨૨

અહેવાલ : દેવાંશ બારોટ

પંજાબની ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીએ આઠ રાજ્યોના પ્રભારીઓની નિમણુંક કરી છે ત્યારે આમ આદમી ની નજર હવે ગુજરાત પર છે. ગુજરાતમાં પાર્ટીના નવા પ્રભારી તરીકે કેજરીવાલના વિશ્વાસુ ગણાતા સંદીપ પાઠકને જવાબદારી સોંપવામાં આવી છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતના ચાણક્ય કહેવાતા સંદિપ પાઠક ગુજરાતના નવા પ્રભારી બન્યાં છે. ગુજરાતના પ્રભારીની જવાબદારી સાથે તેમને પાર્ટી પંજાબથી રાજ્યસભા પણ મોકલી રહી છે. પંજાબ વિધાનસભામાં આપ પાર્ટીએ જંગી બહુમતિથી જીતીને સરકાર બનાવી છે ત્યારે જીતનો જશ સંદીપ પાઠકને આપવામાં આવી રહ્યો છે. મૂળ છત્તીસગઢના રહેવાસી સંદીપ પાઠકે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલું છે. સંદિપ પાઠક કેજરીવાલથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને તેઓ દિલ્હી આઈઆઈટીના ફિઝિક્સનાં પ્રોફેસર છે. પંજાબની ચૂંટણીના લગભગ ત્રણ વર્ષ પહેલાં પંજાબમાં જઈને સમગ્ર વ્યૂહરચના ઘડી હતી. બુથથી લઇને સંગઠનનું નિર્માણ કર્યુ, ઉમેદવારની પસંદગીથી લઇને પંજાબમાં શાનદાર જીતને લઇ સંદીપ પાઠકે ખુબ શાનદાર ભૂમિકા ભજવી હતી. કેજરીવાલે તેમને ગુજરાતમાં પ્રભારી બનાવીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો .છે વર્ષ ૨૦૨૩ માં છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટી સંદીપ પાઠકને છત્તીસગઢના સી.એમ ઉમેદવાર તરીકેની જાહેરાત પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *