સામાન્ય રીતે તમે જોયું જ હશે કે ઋતુનું પરિવર્તન થાય એટલે દવાખાનામા તમને ભીડ જોવા મળતી હશે. જેમ કે ઉનાળામાંથી ચોમાસુ આવે, ચોમાસામાંથી શિયાળો આવે ત્યારે માંદગીનું પ્રમાણ વધતું હોય છે. તેવામાં આપણને એવું થતું હોય છે કે તાપમાનમાં વધારો ધટાડો થવાના કારણે તાવ શરદી જેવા રોગો થતા હશે અને આપણે બીમાર પડી જતા હોઈએ છીએ.
પરંતુ જોવા જોવા જઈએ તો તેમાં એવું હોય છે કે ઋતુ પરિવર્તની સાથે સાથે આપણે પણ બીજા પરિવર્તનો કરવા જરૂરી છે. ઋતુ બદલાતા વાતાવરણમાં તમને બદલાવ જોવા મળતા હશે તેમ આપણા શરીરને પણ ખોરાકમાં બદલાવ આવશ્યક છે. ચોમાસાની ઋતુમાં તમે કરેલા-ગલકા જેવા વેલા વારા ખોરાક ખાધા હોય તે જ વસ્તુ તમે શિયાળા કે ઉનાળા માં ચાલુ રાખો તો તે શરીરને અનુકુર નથી આવતું.
હું તમને એક વસ્તુ જાણવું જે તમે આસો મહિનો અને શિયાળામાં તેનું ભરપૂર સેવન કરશો જે લોકોને શિયાળાની ઋતુમાં શરદી વધુ થતી હોય તો કોઈને સાંધાના દુખાવા થતા હોય. ચોમાસા પછી ભાદરવો અને આસો મહિનામાં બીમારીઓ વધુ આવતી હોય છે. જો લોહીની ઉણપ પુરી કરવી છે તો તમારે આસો મહિનો અને શિયાળાની ઋતુ માં ગોળ નું સેવન કરવાનું છે.
બજારમાં તમને આરામથી દેશી ગોળ મળી રહે છે તેને કાળો ગોળ પણ કહેવાય છે. આ ગોળમાં કેમિકલનું પ્રમાણ નથી હોતું. તો તમે આ ગોળને શિયાળાના ત્રણ થી ચાર મહિના ખાઈ લેશો તો કેલ્સિમ, પોટેશિયમ જેવા તત્વો છે તેની ઉણપ ક્યારેય નહીં થાય.
શિયાળાની ઋતુ માં આટલું કરી લેશો તો લોહીની ઉણપ પણ નહીં થાય. સાંધાના દુખાવામાં પણ રાહત મળશે અને સાથે તમને ઉંગ પણ પુરતી મળી રહેશે. ડાયાબિટીસ ના દર્દી માટે પણ તે ખુબ સરસ છે.