ઉંમર શરીર કરતા વધારે મનના વિચાર છે. જો તમે કોઇ ફરક પડતો નથી તો આ વાત તમારા માટે કોઇ મતલબની નથી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો એક વીડિયો પ્રસિદ્ધ અમેરિકન લેખક માર્ક ટ્વેનની આ કહેવતને સંપૂર્ણ રીતે સમજાવે છે. આ વીડિયોમાં એક ૭૫ વર્ષીય ફાફડા વિક્રેતાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. જેમની આ સ્ટોરી સાંભળી તમારું પણ હ્યદય સ્પર્શી જશે. આશા છે કે આ વીડિયો તમને પણ જરૂર પ્રેરિત કરશે.
વીડિયોને હ્યૂમન્સ ઓફ બોમ્બેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે શેર કરવામાં આવેલા કેપ્શનમાં લખ્યું છે. ફાફડા જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ! વીડિયોમાં ફાફડા વિક્રેતા કલાવંતી દોશી જોવા મળી રહ્યા છે.
દાદી કહે છે, જોકે સમયની સાથે સાથે લોકોને અમારું જમવાનું પસંદ આવવા લાગ્યું અને અમે લોકો ફાફડાવાળા તરીકે જાણીતા થઇ ગયા. અમે ૩૦ વર્ષથી આ લારી ચલાવી રહ્યા છે. પણ ૧૦ વર્ષ પહેલા મેં મારા પતિ ગુમાવ્યા. મારા સંતાનોએ મને રિટાયર થઇ જવાનું કહ્યું પણ હું આ લારી ચાલું રાખવા માગતી હતી. હું ૭૫ વર્ષની છું. પણ રોજ તમે મને મારી લારી પર સવારે ૧૧ વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધી જોઇ શકો છો. લોકો મારા હાથના બનેલા ફાફડા ખાવા આવે છે અને હું તેમને પીરસું છું.
હું મારી પોતાની બોસ છું. હુ મારા પૈસા જાતે કમાઉ છું. ફાફડા જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ. દાદીની જોડે, હવે તેમનો પૌત્ર ભાવેશ રાજ તેમની લારી પર મદદ કરે છે. દાદી-પૌત્રની જોડી નાગપુરમાં શાનદાર ગુજરાતી વ્યંજન પીરસે છે. તેઓ ત્યાં ખૂબ જ પ્રચલિત છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં ૪૨ હજારથી વધારે લાઇક્સ અને કોમેન્ટસ મળી ચૂકી છે. લોકોને દાદીની આ ભાવુક સ્ટોરી પસંદ આવી રહી છે. લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.