હિન્દૂ ધર્મમાં લક્ષ્મી માતાને ધનના દેવી માનવામાં આવે છે. તેમની જ કૃપાથી જીવનમાં ધન વૈભવ અને એશો આરામની પ્રાપ્તિ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના અને તેમના પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે અને લક્ષ્મી માતા તેમના ઘરમાં રહે. કારણ કે તેમના ઘરમાં કોઈ પણ પ્રકારના પૈસાની તંગી ના રહે.
ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે તેઓ હંમેશા ધનાઢ્ય જ રહેતા હોય છે અને અમુક લોકો ખુબ મહેનત અને પ્રયત્ન કરવા છતાં તેમને પૈસાની ખોટ રહેતી હોય છે. તેના પાછળ વ્યક્તિની અમુક ટેવો જવાબદાર માનવામાં આવે છે. અમુક એવી આદતો છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ જતા હોય છે જેથી પૈસાની ખોટ બનેલી રહે છે. જાણો તેવા કર્યો વિષે.
પતિ પત્ની વચ્ચે ઝગડા : જે ઘરમાં પતિ પત્ની વચ્ચે રોજ ઝગડા થતા હોય અને અશાંતિનું વાતાવરણ બનેલું રહેતું હોય ત્યાં લક્ષ્મી માતા વાસ નથી કરતા તેવું માનવામાં આવે છે. બીજું એવું માનવામાં આવે છે કે તેવા ઘરો માં હંમેશા પૈસાની તંગી હોય છે ખુબ મહેનત અને પ્રયત્ન કરવા છતાં પણ ધનનો સંચય થતો નથી. માટે હંમેશા શાંતિનું વાતાવરણ બનાવેલું રાખવું જોઈએ અને એકબીજાનું સન્માન કરવું જોઈએ.
સવારે મોડું ઉઠવું : આજના સમયમાં રાત્રે મોડા સુધી જાગવું અને સવારે મોડું ઉઠવું એ એક સામાન્ય વાત હોય તેવું લાગે છે. યુવા વર્ગમાં આનું પ્રમાણ વધુ પડતું જોવા મળી રહયું છે. સનાતન ધર્મમાં પણ ઉઠવા માટે યુગ્ય મુહૂર્ત બતાવવામાં આવેલું છે. જે ઘરમાં લોકો મોડા સુધી ઉગેલા રહે છે તે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી તેવું માનવામાં આવે છે.
ખોટી રીતે પૈસા કમાવા વારા : ઘણીવાર લોકો ઝડપથી પૈસા કમાવા માટે અનૈતિક કામો કરવા લાગે છે એટલે ખોટી રીતે પૈસા કમાવાનું શોધતા હોય છે. ખોટી રીતે કમાયેલા પૈસા ખુબ ઝડપથી જતા પણ રહે છે. જે લોકો ખોટી રીતે અથવા કોઈને હેરાન કરીને પૈસા કમાય છે તેવા લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. જે લોકો ખોટું કરે છે તેમને ખરાબ સમયનો સામનો કરવો પડતો હોય છે.