વિશ્વભરમાં ઘણા લોકો એવા જોવા મળશે કે તેમની પાસે દૈવીય શક્તિ હોય છે. તે શક્તિ દરેક થોડી અલગ અલગ રીતે જોવા મળતી હોય છે કોઈની જોડે વધું તો કોઈની જોડે ઓછી. દરેકના મનમાં એક સવાલ ઊભો થતો હશે કે દૈવીય શક્તિઓ ને કેવી રીતે જાણવી કેવી રીતે મદદ કરી રહી છે તેની આપણા ઉપર અસર થાય છે કે નહીં તેમાં સવાલો ઊભા થાય છે. જાણો તેવા સંકેતો વિશે.
બ્રહ્મ મુહૂર્ત
આપણા શાસ્ત્રો અને વિદ્વાનો નું માનવું છે કે જો તમારી આંખ બ્રહ્મમુહૂર્તમાં એટલે રાતના ૩ થી ૫ ના સમયગાળા દરમિયાન અચાનક ખુલી જાય છે તો સમજવું કે દૈવીય શક્તિઓ તમારો સાથ આપી દે છે અને આ સમયે દેવતા લોકો જાગૃત રહેતા હોય છે તેવું માનવામાં આવે છે. સારા ગુણો વાળા લોકો આ સમયગાળા દરમિયાન આપ મેરે ઉઠી જતા હોય છે અને એવું માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં ફક્ત 13 ટકા લોકોની જ આ સમય દરમિયાન ઊંગ ઊડે છે.
સારું ચરિત્ર
શાસ્ત્રોમાં કહ્યું છે કે દૈવીય શક્તિઓ તેવા લોકોને મદદ કરે છે કે જે એક બીજાના દુઃખમાં ભાગીદાર પણ બનતા હોય, બીજાનું દુઃખ સમજતા હોય, જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવતા હોય અને તેને રોકવાનો પ્રયાસ કરતા, જ્યાં કોઈની બુરાઈ થતી હોય અથવા નકારાત્મક વાતો થતી હોય તેનાથી દૂર રહેતા હોય. જો તમને એવું લાગતું હોય કે હું આવું કહી રહ્યો છું તો દેવીય શક્તિઓ તમારી મદદ કરી રહી છે.
સપનામાં પ્રભુ દર્શન થવા
જો તમને વારંવાર ધાર્મિક સપનાઓ આવતા હોય અથવા તમને કોઈ મંદિરના સપના વારંવાર આવી રહ્યા હોય. જો તમે સપનામાં ખોવાયેલા હોય અને તમને એવું લાગતું હોય હું ભગવાન જોડે વાતચીત કરી રહ્યો છું તો તેવો સંકેત સમજી શકાય કે તમારા જોડે દૈવીય શક્તિ શકે છે. જો તમને આવનારી ઘટનાઓની પહેલાથી જ પૂર્વાભાસ થતો હોય તું પણ સમજી શકાય કે ભગવાન તમારા પર મહેરબાન છે.
એકાંતમાં અવાજ સંભળાવો
જ્યારે આપણે ખૂબ જ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા હોય અને અચાનક કોઈ અવાજ સંભળાય કે આપણને કોઈ બોલાવી રહ્યું છે અને આપણે જોઈએ ત્યારે આપણી આસપાસ કોઈ ન હોય ફક્ત ભાસ થયો હોય આવું ઘણા લોકો સાથે બનતું હોય છે. જો આવું થાય તો ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે તમને શક્તિ આપી.