આવનાર 2022 ના નવા વર્ષમાં જો તમે આ ઉપાય કરશો તો તમને સફળતાના માર્ગે જતાં કોઈ રોકી શકશે નહીં. જાણો તે ચમત્કારિક ઉપાય.

Astrology

દરેક વ્યક્તિ વિચારતી હોય છે કે આવનાર 2022 નું વર્ષ તેમના માટે કેવું રહેશે. આપણે 2021 ના વર્ષમાં જે પ્રગતિ કરી છે. જેટલું પણ ધન કમાયુ છે. એના કરતાં પણ આવનાર નવા વર્ષમાં વધારે સફળતા મેળવવા માટે કયા-કયા ઉપાયો કરવા તે આજે અમે તમને જણાવીશું.

આપણે આપણા નવા જીવનની શરૂઆત ખૂબ જ પવિત્ર રીતે કરવી જોઈએ. આ ઉપાય તમારે નવા વર્ષના દિવસે કરવો જોઈએ. અથવા તો તમે આ ઉપાય પહેલા પણ કરી શકો છો. એક ધાળ વાળુ લીંબુ લેવાનું છે અને લીંબુ પર એક પણ પ્રકારનો ડાગ હોવો જોઈએ નહીં.

આ લીંબુ ઉપર કંકુ માં ગંગાજળ નાખી પાંચ કંકુના ચાલ્લા કરવા અને 2 લવિંગ લેવા તેને લીંબુ પર લગાવી લેવા પછી એક આદુનો ટુકડો લેવો આદુ ને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને સ્ટાર ના આકારમાં કટ કરવો. અને આ ટુકડાને હળદરવાળો કરી લેવો.

આ હળદરવાળા ટુકડાને તમારા ઘરની આજુબાજુમાં ખાડો કરી દાટી દેવો આવું કરવાથી આવનારું નવું વર્ષ તમારા માટે ખૂબ જ સુખ-સમૃદ્ધિ વાળું રહેશે. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારે પણ પ્રવેશ કરશે નહીં.

તમે જે લીંબુ લીધું હતું તે લીંબુ ને એક લાલ કપડામાં બાંધી લેવું. આને તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવી દેવું. આવુ કરવાથી તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જા રહેતી હોય છે. આ બે ઉપાય કરવાથી તમારા ઘરમાં ખુબજ સુખ-સમૃદ્ધિ અને તમારા જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *