છીંક નાના-મોટા દરેક લોકોને આવતી હોય છે તે એક સામાન્ય છે. છીંક આવવાના ઘણા બધા કારણો હોય છે કોઈને શરદીના કારણે પણ છીંક આવતી હોય છે તો કોઈને અલગ અલગ પ્રકારની એલર્જી પણ હોય છે. ઘણીવાર વાતાવરણ બદલાય ત્યારે પણ છીંકો આવવા માગતી હોય છે અથવા ધૂળ ઉડે તો પણ છીંક આવતી હોય છે. જ્યારે તમે કોઈ સારું કાર્ય કરવા નીકળ્યા હોય તે પહેલા છીંક આવે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ દરેક વખતે છીંક આવે તે અશુભ હોય તે જરૂરી નથી.
શાસ્ત્રો ની અંદર છીંક વિશે ઘણી બધી વાતો કરવામાં આવેલી છે અને તેમાં શુભ અને અશુભ સંકેતો વિશે પણ બતાવવામાં આવેલું છે. તમે જમવા બેઠા છો અને જો તમને છીંક આવે છે તો તેને અશુભ માનવામાં આવે છે પરંતુ જો તમે કોઈ દેવા લઈ રહ્યા છો અને તમને છીંક આવે છે તું તેને શુભ માનવામાં આવે છે. તેનો મતલબ એવું થાય કે તમે ખૂબ જ જલ્દી સ્વસ્થ થવાના છો.
જો તમે કોઈ શુભ યાત્રા પર નીકળ્યા છો ત્યારે તમને દક્ષિણ કે પશ્ચિમ દિશામાંથી છીંક નો અવાજ સંભળાય છે તો તે શુભ માનવામાં આવે છે. જો તમે ધાર્મિક કાર્ય શરૂ કરવાના હોય ત્યારે આસપાસમાં કોઈને છીંક આવે છે તો તે એક ખરાબ સંકેત છે તેનાથી તમારા કામમાં અચાનક કોઈ અવરોધ આવી શકે છે.
આ તો તમે સાંભળ્યું જ હશે કે જો ઘરની બહાર નીકળતી વખતે ઊંઘ આવે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તે સમયે એક કરતાં વધુ વખત છીંક આવે તો તે શુભ માનવામાં આવે છે. તમે જે કાર્ય કરી રહ્યા છો તેમાં જલદી સફળતા મળશે. જો પશ્ચિમ દિશામાંથી છીંક નો અવાજ સંભળાય તો અચાનક ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.
ઉત્તર દિશામાંથી તમને છીંકનો અવાજ સંભળાય છે તો તે અપશુકન માનવામાં આવે છે તેનાથી ઘરની અંદર ઝઘડો થાય તેવા સંકેત માનવામાં આવે છે ત્યારે તેવામાં ઘરના લોકોએ સંપથી રહેવું જોઈએ. જો સ્મશાનમાં છીંક આવે તો શુભ માનવામાં આવે છે.