તો મિત્રો તમને ખબર જ હશે કે આપણા હિન્દુ ધર્મમાં કુલ ૧૮ પુરાણો વિશે સમજાવવામાં આવ્યું છે તેમાં ગરુડ પુરાણનું ખૂબ મહત્વ છે ગરુડ પુરાણમાં વિષ્ણુ ભક્તિ વિશે ખૂબ સમજાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં કર્મકાંડનું મહત્વ પણ સમજાવવામાં આવેલું છે યમલોક પ્રેતલોક અને પ્રેત યોની કઈ રીતે પ્રાપ્ત તેના વિશે ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે મૃત્યુ વખતે અને મૃત્યુ પછી મનુષ્યની શુ હાલચાલ હોય છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવેલા નિયમો અનુસાર આ કારણોથી મનુષ્યનું મૃત્યુ ઝડપી થઈ જતું હોય છે.
રાતના સમયે દહીનું સેવન કરવાથી મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે આમ જોવામાં આવે તો દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ રાતના સમયે દહીંનુ સેવન કરવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે આયુર્વેદમાં પણ રાતના સમયે દહીં ન ખાવા માટે જણાવવામાં આવ્યું છે વાસી ભોજન ખાવાથી પણ મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે કારણ કે વાસી ભોજનમાં અને કિટાણુ અને વાયરસ રહેલા હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે સવારમાં મોડા ઊઠવાથી પણ મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે સવારે બ્રહ્મમૂહુર્તમાં શુદ્ધ વાયુ વધારે પ્રમાણમાં હોય છે સવારે વહેલા ઊઠીને શુદ્ધ વાયુ શ્વાસમાં લેવાથી ઘણા બધા પ્રકારના રોગો મટી જાય છે જે લોકો મોડા ઊઠે છે આ શુદ્ધ વાયુ શ્વાસ લઈ શકતા નથી જેના લીધે તેમનું મૃત્યુ ઝડપી થતું હોય છે એમ પણ સવારે વહેલા ઉઠવાના અનેક લાભ આપણા શરીરને થાય છે.
જે મનુષ્યનું ઘર સ્મશાનની આજુબાજુ હોય તેવા મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે સ્મશાનના ધુમાડાનું સેવન કરવાથી મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે સ્મશાનમાં લાશના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોય છે મનુષ્યના મુત્યુ પછી મનુષ્યના શરીર ઉપર કીટાણું અને બેક્ટેરિયા ચોટીલા હોય છે મકાનમાં નકારાત્મક શક્તિઓ આવી જાય છે.