લુણાવાડા તાલુકાનાં જીવન પગીના મુવાડા ગામના આરોપીએ વાહન અંગે લીધી હતી.લોનલુણાવાડા તાલુકાનાં જીવન પગીના મુવાડા ગામના ઇસમે વાહન અંગે લોન લીધી હતી તેનો ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતાં કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને ત્રણ માસની કેદ તથા દોઢી રકમ ચુકવવાનો હુકમ કર્યો છે.
સમગ્ર કેસની વિગત અનુસાર લુણાવાડા નગરની ફાયનાન્સ કંપની શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપનીમાંથી લુણાવાડા તાલુકાનાં જીવન પગીના મુવાડા ગામના દિલીપભાઈ રાયર્સીંગભાઈ પગી, રહે.મુ. જીવન પગીના મુવાડા, કસલાલ, પો.ભલાડા,તા.લુણાવાડા, જી.મહીસાગરએ વાહન અંગે લીધેલી લોનની ચુકવણી પેટે આપેલા ચેક અપુરતા બેલેન્સના શેરા સાથે રિટર્ન થતાં કંપનીએ આરોપી સામે મહીસાગર જિલ્લાના એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં નોગેશીએબલ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ કર્યો હતો.
એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કર્ણ અજીત મારવાહની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી દિલીપ પગીને કસૂરવાર ઠેરવતાં ત્રણ માસની સાદી કેદની સજા તથા ચેકની રકમના દોઢી રકમ એટલે કે રૂા.૨,૫૫,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પંચાવન હજાર પુરા) ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ વળતરની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો તેના કસુર બદલ આરોપીએ વધુ ૨૦ દિવસની સાદી કેસની શિક્ષા સાથે વધુમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આરોપી વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો અને તે કસૂર બદલ સાદી કેદની સજા ભોગવે તે સંજોગોમાં પણ ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ -૪૩૧ અન્વયે ફરીયાદી આરોપી પાસેથી વળતરની રકમ મેળવવા હકકદાર ઠરશે. કોર્ટનો ચેક રિટર્ન કેસનો ચુકાદો આવતા લોન લઈ હપ્તા ન ભરનારા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.