ફેમસ અભિનેત્રી પર લાગ્યો ૩૩૮ કરોડ રૂપિયાનો દંડ, જાણો કારણ

Uncategorized

ઇનકમ ગેપને ઓછી કરવાની ચીનની નવી પોલિસી હેઠળ હવે જાણીતી એક્ટ્રેસ પર ગાજ પડી રહી છે. શુક્રવારે ચીનની જાણીતી એક્ટ્રેસ ઝેંગ શુઆંગ પર ૪૬ લાખ ડૉલર એટલે કે લગભગ ૩૩૮ કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. શાંઘાઇના ઇનકમ વિભાગે ઝેંગ શુઆંગને ટેક્સની યોગ્ય ન જાણકારી આપવાના કારણે આ દંડ કર્યો છે. શાંઘાઇ મ્યુનિસિપલ ટેક્સ સર્વિસે એક્ટ્રેસ પર એક ટી.વી. સીરિઝ શૂટિંગ દરમિયાન વર્ષ ૨૦૧૯ અને વર્ષ ૨૦૨૦ વચ્ચે આવકની યોગ્ય જાણકારી ન આપવા અને ટેક્સ ચોરીની બાબતે શુક્રવારે દંડ કર્યો હતો.


અધિકારીઓએ જણાવ્યું કે ઝેંગ શુઆંગનો કેસ ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં યિન અને યાંગ કોન્ટ્રાક્ટની સ્થિતિનું ઉદાહરણ છે. આ હેઠળ બે પક્ષ વચ્ચે એક જ સમજૂતી માટે બે દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે અને આ જ દસ્તાવેજ એજન્સીઓને આપવામાં આવે છે જેથી ઓછી ઇનકમ ચૂકવવી પડે. એમ કહેવામાં આવી રહ્યું છે કે વધારે કમાણી કરનારી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના રેગ્યુલેશનને સખત કરવાના પ્રયાસો હેઠળ ઝેંગ શુઆંગ પર દંડ લગાવવામાં આવ્યો છે. તો નેશનલ રેડિયો અને ટેલિવિઝન એડમિનિસ્ટ્રેશને શુક્રવારે જાહેરાત કરી હતી કે આ બધા કાર્યક્રમોનું પ્રસારણ રોકી દેવામાં આવવું જોઈએ. જેમાં ઝેંગ શુઆંગે કામ કર્યું છે.


ઝેંગ શુઆંગને આ વર્ષની શરૂઆતમાં સરોગેસી વડે થયેલા પોતાના બે બાળકોને અમેરિકા છોડવાના આરોપોને લઈને સાર્વજનિક નિંદાનો સામનો કરવો પડ્યો હતો. ચીનની આ એક્ટ્રેસ ૩૦ વર્ષની છે. સાથે જ તેના બે સંતાન પણ છે. સૌથી નાની ઉંમરમાં ટી.વી. ગોલ્ડન ઈગલ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ માટે નામાંકિત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬ મા તેણે હિટ રોમાન્સ કોમેડી ડ્રામા લવ ૦૨૦ મા એક્ટિંગ કરી હતી. વર્ષ ૨૦૦૯ મા એક્ટ્રેસ હુનાન ટી.વી.ની તાઈવાની સીરિયલ મેરિયોર ગાર્ડનના રિમેકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ચીનમાં તે ખૂબ હિટ પણ થઈ હતી. એ સિવાય ચીની એક્ટ્રેસને હોંગકોંગ ફિલ્મ ડિરેક્ટર્સ ગિલ્ડ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.


રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃતત્વવાળી ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા હાલની પંચવર્ષીય યોજનામાં સૌની સમૃદ્ધિના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ અમીર લોકો પર દેખરેખ વધારી દેવામાં આવી છે. ચીની સરકારે વ્યાપક સ્તર પર ઇનકમમાં અસમાનતા વધતા દેવાનું સ્તર અને ઓછો થતા પુરવઠાને પહોંચીવળવા માટે ટેક્નિકલી, ઓનલાઇન શિક્ષણ અને રિયલ એસ્ટેટ સહિત અર્થવ્યવસ્થાના અલગ અલગ ક્ષેત્રની ઘણી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેમાં અલીબાબા પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *