આદુનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. રસોઈમાં કઈ બનાવતા હોય તેમાં પણ આપણે આદુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રીમઝીમ વરસતા વરસાદમાં લોકો આદુ વારી ચા વધુ પસંદ કરતા હોય છે. આદુવારી ચા થી શરીરની અંદર ગરમી વધે છે અને શરદી થયેલી હોય તો તેમાં રાહત આપે છે. પ્રાચીન આયુર્વેદિક દવાઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમે વધુ પ્રમાણમાં આદુવારી ચા પીવો છો ઘણા પ્રકારના નુકશાન થાય છે.
જાણો વધુ માત્રામાં આદુવાળી ચા પીવાથી થતા નુકશાન
ભૂખ ઓછી કરે: આદુવાળી ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે તેનાથી વજનમાં ઘટાડો જોવા મળે છે. આદુમાં રહેલું સેરોટોનિન ભૂખ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે લોકો વજન વધારવા માંગતા હોય તેમને આદુનો ઉપયોગ ટારવો જોઈએ.
બ્લડ પ્રેશર: આદુ લોહીને પાતળું કરતુ હોય છે જેને બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તેવા લોકો આદુનો ઉપયોગ કરે તો તેમનું બીપી વધુ લો થઇ શકે છે. તેઓ આદુનો વધુ પડતો ઉપયોગ કરે તો તેમના માટે તે નુકશાન કારક નીવડે છે.
એસીડીટી: જો તમે આદુનું સેવન વધુ પ્રમાણમાં કરો છો તો તમે એસીડીટી અનુભતાં હસો કારણકે તેનાથી એસિડનું પ્રમાણ વધી જવાથી એસીડીટી થાય છે. આદુનો ઉપયોગ પ્રમાણસર કરવાથી ફાયદો પણ થાય છે.
અનિંદ્રા: તમે જોયું હશે કે ઘણીવાર ચા પીધા પછી રાત્રે ઉંગ નથી આવતી. આદુવારી ચા પીવાથી ઉંગ ઉડી જાય છે. માટે જેને રાત્રે ઉંગ ન આવતી હોય તેને ચાથી દૂર રહેવું હિતાવત છે.
ડાયાબિટીસ: જે કોઈ ડાયાબિટીસના દર્દીને સુગર લેવલ ઓછું રહેતું હોય તેમને આદુનો ઉપયોગ ટારવો જોઈએ કારણકે તે બ્લડ શુગરનું લેવલ ઓછું કરે છે. બ્લડ શુગર ઓછું થઇ જવાથી ગ્લાઈસિમિયા થવાની સંભાવના રહે છે.
હૃદયમાં દુખાવો: કોઈ વસ્તુમાં તમે જરૂર કરતા વધુ ઉપયોગ કરો તકલીફ થતી હોય છે. યોગ્ય માત્રામાં આદુનો ઉપયોગ કરો તો તે પાચન માટે સારું છે. અતિશય આદુના ઉપયોગથી હૃદયમાં દુખાવો થતો હોય છે અને પેટમાં બળતરા થાય છે.
પ્રેગ્નેટ મહિલાને આદુના સેવનથી દૂર રહેવું જોઈએ. પ્રેગન્સી દરમિયાન આદુનું વધુ ઉપયોગ કરવામાં આવે તો એબોશર્નનો ખતરો વધે છે અને તે ગર્ભની અંદર રહેલા બાળક માટે નુકશાનકારક છે. પ્રેગ્નેટ મહિલા આદુનું સેવન ટાળે તે હિતાવત છે.