અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખી, UN ચીફે વિશ્વને કરી ખાસ અપીલ.

trending

જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે ત્યારથી દેશની સ્થિતિ કથળી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં યુએનએ વિશ્વને મદદ માટે અપીલ કરી છે. હાલમાં અફઘાનિસ્તાનમાં ભૂખમરો, બેરોજગારી અને સ્વાસ્થ્યનું સંકટ ચરમસીમાએ છે. તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે અફઘાનિસ્તાન સંકટ પર સમગ્ર વિશ્વને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આખી દુનિયાએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રતિબંધિત અફઘાન સહાયને ફરીથી મુક્ત કરવા પણ વિનંતી કરી.

યુએનના વડાએ કહ્યું કે તાજેતરના અહેવાલો દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં ગરીબી અને ભૂખમરે લોકોને તેમના બાળકો વેચવા મજબૂર કર્યા છે. થોડા દિવસો પહેલા ચીનના યુએન એમ્બેસેડે કહ્યું હતું કે એક મહિલાએ પોતાના બાળકોને ખવડાવવા માટે પોતાની કિડની વેચી દીધી છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાનમાં 50 ટકાથી વધુ વસ્તી ભૂખમરાની આરે છે. એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે કેટલાક દિવસો માટે લોકોએ તેમના બાળકોને ખાવા માટે પણ વેચી દીધા છે.

સંયુક્ત રાષ્ટ્રએ પણ અફઘાનિસ્તાનમાં મહિલા કાર્યકરો અને છોકરીઓના અપહરણ અને જેલમાં ધકેલી દેવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી છે. ગુટેરેસે કહ્યું, ‘આવા સમાચાર સાંભળીને નિરાશાજનક છે અને હું અપીલ કરું છું કે મહિલા કાર્યકરો અને છોકરીઓને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે. હું છોકરીઓ માટે શાળા અને કોલેજો ખોલવાની પણ અપીલ કરું છું.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને ૬ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી મોટાભાગના દેશોએ તેને માન્યતા આપી નથી. તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં નોર્વેની રાજધાની ઓસ્લોમાં માનવતાવાદી સંકટને પહોંચી વળવા પશ્ચિમી સત્તાઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાતચીત બાદ પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *