હાલ માં એવા મુલ્ક ની જે વાત કરીએ છીએ કે જે અફઘાનિસ્તાન નું આ પ્રાંત હજુ તાલિબાન જીતી શક્યું નથી. અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ પછી ફરી એકવાર તાલિબાને કબ્જો કરી લીધો છે. રાષ્ટપતિ અશરફ ગનીએદેશ છોડી દીધો છે. લોકો પોતાના જીવ બચાવવા માટે અફઘાન થી નીકળવા માટે હર સંભવ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અફઘાન એક એવો પ્રાંત હજુ એવો છે જેની પર તાલિબાને કબ્જો કર્યો નથી. એ પ્રાંત નું નામ છે પંજસીર. અફઘાન ના ૩૪ પ્રાંતોમાં એક પંજસીર દેશ ના ઉત્તર-પૂર્વી વિસ્તાર માં પડે છે, આ એક એવું પ્રાંત છે જેની પર ન તો તાલિબાન કબ્જો કરી શક્યું છે કે ન રશિયા તેને જીતી શક્યું છે.
જો કોઇ સંજોગોમાં પંજશીરે તાલિબાનને સરેન્ડર કરી દીધું તો તે એક દુનિયા માટે મોટા ન્યૂઝ હશે કારણ કે તાલિબાન અને અલકાયદાએએ મળીને 9/11 હુમલાના બે દિવસ પહેલાં અહમદ મસૂદના પિતા અહમદ શાહ મસૂદને ફિયાદીન હુમલામાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇએ અહમદ શાહ મસૂદને રાષ્ટ્રિય નાયકનો ખિતાબ આપ્યો હતો. અહમદ શાહ મસૂદને પંજશીરના સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહમદ શાહ મસૂદ અને તેના સહયોગીઓએ તાલિબાન રાજને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂરે તાલિબાનની સામે શરણાગતિ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. તેનું એક નિવેદન સામે આવ્યું છે , જેમાં તે તાલિબાન સાથે વાત કરવા તૈયાર હોવાનું કહી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાંક રિપોર્ટસ એવો દાવો કરી રહ્યા છે કે પંજશીરના નેતાઓએ તાલિબાનની સામે સરેન્ડર કરી દીધું છે., પરંતુ પંજશીરના નેતાઓએ આ વાતની પૃષ્ટિ કરી નથી.
પંજશીરના નેતા અહમદ મસૂદ અને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહની મીટિંગ એકની તસ્વીર પણ સામે આવી છે. કાબુલ પર તાલિબાનના કબ્જા પછી અમરુલ્લાહ છેલ્લી વાર પંજશીરમાં દેખાયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમરુલ્લાહ સાલેહ અહમદ મસૂદ સાથે મળીને તાલિબાનનો મુકાબલો કરવાની રણનીતી બનાવી રહ્યા છે.
અહમદ મસૂરનો જન્મ ૧૦ જુલાઇ ૧૯૮૯ માં થયો હતો. તેના પિતા અહમદ શાહ મસૂદને એક સમયે અફઘાનિસ્તાનમાં સૌથી પાવરફુલ વ્યકિત માનવામાં આવતા હતા. 80ના દશકામાં અહમદ શાહ મસૂદે સોવિયત રશિયાની સેનાનો હિંમત પૂર્વક સામનો કર્યો હતો અને તે પછી તાલિબાન અહીં આવ્યું તો પણ પંજશીર પર કબ્જો કરી શક્યું નહોતું.