ઘણા અસમંજસ પછી BCCI એ નક્કી કર્યું કે આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયા નો નવો કેપ્ટન……

ક્રિકેટ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સંપૂર્ણ સ્ટાફ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમાશે. ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે. બીસીસીઆઇ સતત ખેલાડીઓની અદલા બદલી કરી રહી છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી ઘણી જવાબદારીઓ નિભાવી હતી પરંતુ હવે તેના પર ઘણો બોજ જોવા મળ્યો છે. તેના વર્ક લોર્ડને ઘટાડવા માટે હવે અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન બનાવવાના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આવા કારણોસર આજે બીસીસીઆઇની મીટીંગ રાખવામાં આવી હતી.

જે મુજબ રોહિત બાદ ટી-20 ટીમના કેપ્ટન તરીકે આ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો છે.હાલમાં મળેલ રિપોર્ટ અનુસાર રોહિત પરથી બોજ ઓછો કરવા માટે ટી-20 ટીમના કેપ્ટન તરીકે આ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે સારા ફોર્મમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી ઘણી વખત કેપ્ટનશીપમાં સફળ રહ્યો છે. આગામી સમયમાં તે ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

તો ચાલો જાણીએ આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવશે તેવા સમાચાર મળ્યા છે. હાલમાં મળેલ રિપોર્ટ અનુસાર શ્રીલંકા સામેની સિરીઝમાં તેને ટીમનો કાયમી કેપ્ટન જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ બીસીસીઆઇ દ્વારા ઓફિશ્યલી જાહેરાત કરવામાં આવશે. આગામી મોટી ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે.રોહિત શર્મા આગામી વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને નવી ટીમ બનાવશે.

બીજી તરફ હાર્દિક પંડ્યા આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ફેરફારો કરતો જોવા મળશે. અત્યાર સુધી તેને આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગયા વર્ષે તેણે આઇપીએલ 2022માં ગુજરાતની ટીમની કેપ્ટનશિપ કરીને ટ્રોફી પણ જીતાડી હતી. તેનામાં ઘણી આવડત રહેલી છે.

ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત નવા કેપ્ટન હેઠળ રમતી જોવા મળશે. હાર્દિક પંડ્યા માટે પણ આ એક સારા સમાચાર ગણી શકાય છે. તે ઓલ રાઉન્ડર તરીકે છેલ્લા ઘણા સમયથી સફળ સાબિત થતો આવ્યો છે. ઇજા માંથી પરત ફર્યા બાદ તે સતત પોતાના કરિયરમાં ઉચ્ચ સ્તરે જતો જોવા મળ્યો છે. આગામી સમયમાં તે ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *