પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ ‘આપ’ ની નજર હવે ગુજરાત ઉપર..
શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવશે કે કેમ તેવા લોકોમાં સર્જાતા સવાલો..
ગુજરાતની અસ્મિતા અમદાવાદ, તા.૧૭
એહવાલ : દેવાંશ બારોટ
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અવે લગભગ આઠ મહિના થી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે બધી પોલિટિકલ પાર્ટીઓ સક્રિય થઇ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી ના ધારાસભ્ય અને ગુજરાતમાં આપના પ્રભારી ગુલાબસિંહ યાદવ ના નેતૃત્વ હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી શરૂ કરી દીધી છે અને પંજાબમાં આપની જીત પછી ગુજરાતમાં પણ પાર્ટી ના કાર્યકર્તા ઓમાં એક નવો ઉત્સાહ પ્રગટ થયો છે. ગુજરાતમાં દિલ્હી મોડેલનું ઉદાહરણ આપીને સારું શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રોજગાર અને સુખી જીવન આપવાના સંકલ્પ સાથે ગુજરત ની પ્રજા સમક્ષ વોટ માંગશે
. પાર્ટીએ દરેક જિલ્લા અને મહાનગરોમાં તિરંગા યાત્રા શરૂ કરી ને એક દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં ગુજરત આવે તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આપને ગુજરાતમાં ૧૩.૨૮ ટકા વોટ મળ્યા હતા અને સુરતમાં ૨૭ કોર્પોરેટર જીતીને આવ્યા હતા. સુરતમાં આમઆદમી પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત હતું પણ તાજેતરમાં જ ઉદ્યોગપતિ અને પાટીદાર નેતા મહેશ સવાણીએ પાર્ટી છોડ્યા પછી સુરત માં આપ નું જોર ઘટયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ અને ભાજપ કરતા પણ આપનું સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ખુબ જ એક્ટિવ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા ના માધ્યમથી દિલ્હીમાં કેજરીવાલ સરકારે કરેલા કામોને લોકો સુધી પહોચાડી રહ્યા છે. દિન-પ્રતિદિન આપની વિચારધારા થી પ્રેરિત થઇને ખુબજ મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ રહ્યા છે.
બોકસ : વર્ષોથી ભાજપના ગઢમાં આપ કેટલું ફાવે છે તે તો ગુજરાતની જનતા નક્કી કરશે.
આવનારી વિધાનસભા ચુંટણીમાં વર્ષોથી ભાજપ ના આ ગઢમાં આપ કેટલું ફાવે છે તે તો ગુજરાતની જનતા નક્કી કરશે. આવનારા દિવસોમાં સ્ટાર પ્રચારકો બનીને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન, સંજયસિંહ,મનીષ સિસોદિયા, ગોપાલ રાય અને દિલ્હી સરકાર ના મંત્રીઓ અને ધારાસભ્યો ગુજરાતમાં પ્રચાર કરશે અને પાર્ટી ના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે.