દેશભરમાં ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. દરેક મંદિરનું પોત પોતાનું આગવું મહત્વ હોય છે. આ સાથે મિત્રો તમને જણાવું કે ઘણા બધા મંદિરો એવા છે કે જે ભરપૂર રહસ્યોથી ભરેલા છે. આવા ચમત્કારિક આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ભારતમાં મોટાભાગના મંદિરો એવા છે કે જે આશ્ચર્યમાં મૂકી દે તેવા છે.
ત્યાંની લોકવાયકા એવી છે કે છત્તીસગઢના બાલોદ જિલ્લામાં સ્થિત પરેતિન દેવીનું આ મંદિર લગભગ 200 વર્ષ જુનુ છે. તે ગામના લોકોને કહેવું છે કે આ મંદિર લીમડાના વૃક્ષની નીચે એક ચબૂતરમાં હતું. લોકવાયકા અને સુપ્રસીદ્ધી વધવાની સાથે ભક્તોના સહયોગથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિર નું નિર્માણ પણ દેવીને અર્પિત ઈંટોથી કરવામાં આવ્યું હતું.
નવરાત્રીમાં અહીં ૯ દિવસ સુધી દેવીના ૯ સ્વરૂપોની સાથે પરેતિન દાઈની પુજા થાય છે. અહીંયા દૂર – દૂરથી ભક્તો ડાકણ દેવીના દર્શન કરવા આવે છે. બાલોદ જિલ્લામાં આ મંદિર ગુંડરદેહી વિકાસખંડના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા કિનારે સ્થિત છે. અહીંયા દેવી પ્રતિ એટલી બધી આસ્થા છે કે વગર દાન કરે કોઈ પણ માલવાહક વાહન આગળ નથી વધી શકતું એટલે કે જો તમે માલવાહક વાહનથી આવી રહ્યા છો તો વાહનમાં જે પણ સામાન મુકેલો છે. તેમાંથી કંઈક ને કંઈક ચઢાવવું જરૂરી છે. જો ઈંટ, પથ્થર, વગેરે વસ્તુ.