આ મહિલાનું નામ આરતી ટોકરા છે. આરતી કદમાં નાની છે તેની હાઈટ ત્રણ ફૂટ ૬ ઇંચ છે. તેના માતા-પિતાએ ચિંતા કર્યા વગર નોર્મલ છોકરાની જેમ તેની પરવરિશ કરી. આરતી દહેરાદૂન ના વિજયનગર કોલોની માં રહેતી હતી.
તેના પિતા કર્નલ સેનામાં અધિકારી છે અને તેમની માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. જ્યારે આરતી નો જન્મ થયો ત્યારે ડોક્ટરે કીધું હતું કે તમારું બાળક બીજા બધા બાળકો થી અલગ છે. આરતી ના જન્મ પછી તેના માતા-પિતાએ તેને કદમ કદમ પર પ્રોત્સાહિત કરી હતી અને તેમને નક્કી કર્યું હતું કે તેમની છોકરીને સામાન્ય સ્કૂલમાં જ અભ્યાસ કરાવશે.
આરતી ને ભણવા સિવાય રમતોમાં ભાગ લેવા પણ પ્રેરણા આપી કારણકે આરતી ના પપ્પા કર્નલ હતા તેથી તેમને આરતી ને ઘોડે સવારી પણ શીખવાડી આરતી એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના માતા પિતાએ તેની પરવરિશ ખુબ જ સારી કરી છે અને કંઈપણ વાતની કમી રહેવા નથી દીધી.
સ્કૂલમાં અભ્યાસ પૂરો કરી આરતી દિલ્હી કોલેજ થી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થઈ અને રાજનીતિક કાર્યક્રમોમાં ભાગ પણ લીધો. કોલેજના સાંસ્કૃતિક પ્રોગ્રામ થી લઈને ડિબેટ માં ભાગ લઈને તેને પ્રોત્સાહિત કરતી હતી.
આરતી ને તેની પોસ્ટ ગ્રેજ્યુએશન દહેરાદૂન થી કરી એના પછી આરતી સ્કૂલમાં છોકરાઓને ભણાવવા નું ચાલુ કર્યું એવામાં એક દિવસ એ તેની મુલાકાત કલેકટર મનીષા સાથે થઈ મનીષા એ જ તેને પ્રેરણા આપી કે આઈ.એ.એસ ની તૈયારી કરવા માટે.
આરતીએ પણ નક્કી કરી દીધું બનીશ તો હવે આઇ.એ.એસ તૈયારી પણ ચાલુ કરી દીધી લિખિત એક્ઝામમાં પાસ થઈ જાય છ.અને તેનું ઇન્ટરવ્યૂ પોણા કલાક સુધી ચાલ્યું અને તે સિલેક્ટ થઇ જાય છે.
જ્યારે લોકો આરતી જોતા હતા ત્યારે એના પર હસતા હતા તે વખતે આરતી એ લોકોને કોઈ પણ જવાબ આપતી ન હતી. પરંતુ આજે તેને આઇ.એ.એસ બનીને બધાના મોઢા બંધ કરાવી દીધા.