આજે તમને ખબર હશે કે લોકો પોતાના ચહેરા અને ચમકદાર બનાવવા માટે ઘણી બધી મોંઘી ક્રીમો વાપરતા હોય છે આ બધી ક્રીમો કેમિકલયુક્ત આવતી હોવાથી તેની આડઅસર પણ આપણા ચહેરા ઉપર થતી હોય છે ઘણી બધી છોકરીઓ તો કાના ચહેરાને ચમકદાર અને મુલાયમ બનાવવા માટે રોજ પાર્લરમાં જઈને મોંઘા મોંઘા મસાજ કરાવતી હોય છે પણ પાર્લર મા વાપરવામાં આવતી ક્રીમો ના લીધે ઘણી વખત ચહેરા ઉપર ખીલ તેમજ ડાગ વગેરે પડતા હોય છે આ બધા જ છે મુક્તિ મેળવવા માટે આજે હું તમને એક એવા ઘરેલુ નુસ્ખા વિશે બતાવી જેનાથી તમારો પાર્લર નો ખર્ચ પણ બચી જશે અને તમારો ચહેરો મુલાયમ અને ચમકદાર બની જશે
મિત્રો તમને દૂધ વિશે ખબર જ હશે કે પહેલાના જમાનામાં મહિલાઓ દૂધથી સ્નાન કરતી હતી તેમજ નાના બાળકને પણ દૂધથી તેમની ચામડી ઉપર માલિશ કરવામાં આવતી હોય છે દૂધ આપણી ચામડી ને મુલાયમ અને ચમકદાર બનાવવાનું કામ કરે છે
સૌપ્રથમ એક બાઉલમાં ચાર ચમચી દૂધ લેવાનું અને તેમાં એલોવેરા જેલ ૧ ચમચ નાખીને તેને ચમચી વડે મિક્સ કરો છેલ્લે તેમાં ગુલાબ જળ નાખો આ તૈયાર થયેલ લિક્વિડને ફ્રીજની અંદર મૂકો જેથી તે જામીને બરફ થઈ જશે
દૂધ એલોવેરા અને ગુલાબ જળ થી બનેલા બરફના ટુકડાને પોતાના ચહેરા ઉપર હલકા હાથે માલિશ કરો ત્યાર પછી તેની પોતાના ચહેરા ઉપર દસ મિનિટ સુધી રહેવા દયો જ્યારે તે સુકાઈ જાય ત્યારે ચહેરાને ચોખ્ખા પાણી પડી ધોઈ નાખો
ઉપર બતાવેલ ઉપાય ને અઠવાડિયામાં એક બે વખત કરવાથી તમારા ચહેરો ચમકદાર અને સફેદ બનશે તેમજ તમારા ચહેરા ઉપર પડેલા ડાઘ ધીમે ધીમે ઓછા થઇ જશે