કપડા સૂકવેલા હોઈ તો લઇ લેજો કેમ કે અંબાલાલ પટેલ એ ઓગેસ્ટ મહિના ની આ તારીખે આભ ફાડી નાખે એવા વરસાદ ની આગાહી કરી નાખી…

ગુજરાત

લગભગ બધાને ખબર જ હશે કે છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી જારી કરી છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

બે દિવસ પહેલા હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોર મોહંતીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે થોડા દિવસો પહેલા વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે મોટી આગાહી કરી છે, જ્યારે હજુ પણ ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાયો છે, હવે છેલ્લા બે દિવસથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે અને આ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેશે અને રાજ્યમાં છૂટાછવાયા ઝાપટાં પડશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. વરસાદની આગાહી અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે જે 34 ડિગ્રી સુધી જશે, જે બાદ બીજી ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સિઝનનો 70% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 117.16 ટકા વરસાદ કચ્છમાં નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70% વરસાદ થયો છે. ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે 206 ડેમમાંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *