રાજ્યમાં ચોમાસા ની સીઝન શરૂ થઇ ગઈ છે. ચોમાસા ની શરૂઆત માં કેટલાક વિસ્તાર માં ભારે વરસાદ ના કારણે પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ચોમાસા ની શરૂઆત માં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાના કારણે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. ત્યારબાદ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. તેથી રાજ્ય ના ખેડૂતો પોતાના પાક ને લઈને ચિંતા માં ગરકાવ થઇ ગયા છે. તો બીજી તરફ તરફ રાજ્ય માં પાણી ઘટ સર્જાય રહી છે.
તેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ પણ કહ્યું છે કે રાજ્ય માં ખેડૂતો ને ડેમોમાંથી પાણી ના જથ્થા ને સિંચાઈ માટે આપવામાં આવશે નઈ. આ પાણી નર રિઝર્વ રાખવામાં આવશે ત્યારે હવે રાજ્ય ના ખેડૂતો માત્ર કુદરત પાસે આશા રાખીને બેઠા છે. તેવામાં હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ ના વરસાદ ના લઈને કંઈક મહત્વ ના સમાચાર આવ્યા છે.અંબાલાલ ના કહ્યા મુજબ રાજ્ય માં આગામી સમય માં સારો વરસાદ થશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે. બંગાળના ઉપ સાગરમાં એક વહન સક્રિય થવાની તૈયારી છે. જેનાથી તારીખ 17 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતની સાથે અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઓગસ્ટના અંત ઉપરાંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં સારો વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરમાં વરસાદ છૂટક-છૂટક પડશે.
જ્યાં વાદળ ચઢશે ત્યાં વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં વરસાદ ગયો નથી. પણ ઓગસ્ટ અને સપ્ટેબરની શરૂઆતમાં સારો વરસાદ થવાની સંભાવના રહેશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. કચ્છમાં પણ ખેડૂતોએ એરંડો, કપાસ, તલ અને મગનું વાવેતર કરી નાંખ્યું છે. તેથી ખેડૂતો વરસાદની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
જો વરસાદ ન પડે તો ખેડૂતો આ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોને વાવેલા પાકનું 15થી 20% જેટલું ઉત્પાદન મળે તેવી સ્થિતિ ઉત્પન થઇ છે. તો બીજી તરફ ભૂગર્ભ જળ ઊંડાણ સુધી પહોંચી ગયા છે. તેથી હવે ખેડૂતો માટે વરસાદ એક જ તેમના પાકને બચાવવા માટેનો ઉપાય છે. તેથી ખેડૂતો પણ ભગવાનને વરસાદ માટે પ્રાથના કરી રહ્યા છે.