નમસ્કાર મિત્રો તમારા માટે સારા સમાચાર લઇને આવ્યા છીએ. હાલમાં વરસાદ ની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. બંગાળ ની ખાડીનું લો- પ્રેસર હાલમાં નબળું પડી રહ્યં છે. પરંતુ આની અસર ગુજરાતમાં આવનારા ૪૮ કલાક સુધી જોવા મળશે. કેમકે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પર અરબી સમુદ્ર ના ભેજવાળા પવનો જઈ રહ્યા છે. ગુજરાત માં છેલ્લા ૨૪ કલાક માં ૧૨૯ તાલુકા માં વરસાદ પડ્યો છે. જેમાં ઘણા એવા વિસ્તારો છે કે જેમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે.
હવામાન વિભાગ ની માહિતી અનુસાર વલસાડ, વાપી અને અમરેલી માં ચાર ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૫ કલાક માં ગુજરાત રાજ્ય ના ૩૩ જિલ્લામાંથી ૨૪ જિલ્લા માં વરસાદ નોંધાયો છે. જોકે હાલ માં ઘણા એવા વિસ્તારમાં વરસાદ ની રાહ જોવામાં આવી રહી છે.
ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે. આગાહીમાં જણાવ્યું છે કે છત્તીસગઢ ઉપર રહેલ લો-પ્રેશર સિસ્ટમ 21 ઓગસ્ટ સુધીમાં રાજસ્થાન તરફ આવશે. જે લો-પ્રેશર ને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેશે. આવનારા બે દિવસ સુધી વરસાદ પડશે. 21 તારીખે વલસાડ, તાપી, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદ પડી શકે તેવી આગાહી જણાવી છે. આ અગાઉ પણ તેમણે વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરી હતી કે 18થી 24 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડશે.