અમદાવાદના બગોદરા હાઈવે પાસે બુધવારના દિવસે વહેલી સવારે ખતરનાક અકસ્માતની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. ટ્રકના પાછળ જીપ ઘુસી જતા બની દુર્ઘટના.
આ અકસ્માત બગોદરા તારાપુર ચોકડીથી ૧ કિમી ના અંતરે દૂર વટામણ ચોકડી બાજુ એક ટ્રક પાછળ જીપ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના સ્ટુડન્ટ અને ટીચર સવાર હતા. તેઓ ૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સિસ શાળામાં જુડોની જિલ્લા કક્ષાની રમતમાં ભાગ લેવા ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જયારે અન્ય ૧૧ લોકોને સારવાર હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ ગાડીમાં ૬ વિધાર્થિનીઓ અને ૪ વિધાર્થી તેમજ તેમની સાથે કોચ રાજીવભાઈ અને શાળાના સપોર્ટ ટીચર ભુંસણભાઈ તેમજ શિક્ષિકા નીલમબેન હતા. તેઓ ૨૮ ડિસેમ્બર ના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જવા નીકળ્યા હતા. તે દિવસે વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત નર્યો હતો.