સલમાન ખાન તેની ફિલ્મ અંતિમના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યો હતો. અમદાવાદમાં સલમાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. સલમાન ખૂબ લાંબા સમય બાદ અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. સલમાન ખાન ગાંધી આશ્રમની મુલાકાતે જશે તેવા સમાચાર મળતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન સલમાને સુતરની આંટી હાથમાં લપેટી હતી.
સલમાન ખાને ગાંધી આશ્રમમાં હ્યદયકુંજની અને ગાંધીજીના રૂમની મુલાકાત લીધી હતી. મહત્ત્વની વાત છે કે, ગાંધી આશ્રમમાં જે VIP મુલાકાતી આવી છે તેમનું સ્વાગત સુતરની આંટી પહેરાવીને કરવામાં આવે છે. પણ સલમાન ખાને સુતરની આંટી હાથમાં વીંટી દીધી હતી અને ત્યારબાદ આશ્રમની મુલાકાત લીધી હતી. હાથમાં સુતરની આંટી લપેટીને જ સલમાન ખાને રેંટીયો ચલાવ્યો હતો. તો સલમાન ખાનને જોઈએ ચાહકોએ બેરીકેડ તોડ્યા હતા. સલમાનની સાથે એક ફોટો પડાવવા માટે ચાહકો પડાપડી કરી રહ્યા હતા.
આ ફિલ્મમાં મહેશ માજરેકરે ગેંગસ્ટરની કહાની માટેનું એક અલગ સ્ટેજ તૈયાર કર્યું છે. આ ફિલ્માં પણ સલમાન ખાનને પોતાનો શર્ટ ફાડીને ગુંડાઓને મારતો દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના ચારેય ગીત પણ જબરદસ્ત છે. આ ફિલ્મમાં ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્રને રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઇ રહેલા સતત વિકાસને પણ સારી રીતે દર્શાવ્યો છે.