ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિર આવેલા છે તે દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાની પ્રતિમા બિરાજમાન છે આ દેવી દેવતાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે દરેક મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા રાખતા હોય છે ભારતમાં આવેલા આ મંદિરમાં અવાર નવાર ચમત્કાર જોવા મળતા હોય છે મંદિરમાં થતા ચમત્કાર જોઈને ભલા ભલા લોકો ચોંકી ઉઠતા હોય છે આજે હું તમને અમદાવાદમાં આવેલા એક ચમત્કારી મંદિર વિષે બતાવીશ જ્યાં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે
અમદાવાદના લાંભામાં બળીયાદેવનું ચમત્કારી મંદિર આવેલું છે આ લાંભા ગામે આવેલું આ બળીયાદેવનું મંદિર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખ્યાતનામ છે આ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે બળિયાદેવના મંદિરમાં આવીને ભક્ત સાચા મનથી પ્રાર્થના કરે તો ભક્તની પ્રાર્થના બળિયાદેવ અવશ્ય સાંભરે છે આ મંદિરમાં દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ દૂર થતા હોય તેમ માનવામાં આવે છે
બળિયાદેવના મંદિરમાં રવિવાર અને મંગરવારના દિવસે ખુબ મોટી સંખ્યામા ભક્તોનું ઘોડાપુર આવે છે તેમે જોતા હશો કે મોટા ભાગના મંદિર માં આરતી સવાર અને સાંજ એમ બે વખત ઉતારવામાં આવતી હોય છે પણ આ બળિયાદેવના મંદિરમાં આરતી ચાર વખત ઉતારવામાં આવે છે
બળિયાદેવના મંદિર વિષે એવું કહેવામાં આવે છે અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે બાળકોને થતા ઓરી અછબડા શીતળા જેવા રોગો બળીયાદેવની માનતા રાખવાથી મટી જતા હોય છે મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવીને માનતા રાખતા હોય છે
આ મંદિર વિષે એક એવી માન્યતા છે કે ઘરે થી ભોજન લાવીને મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે દરેક ભક્તનું જીવન સુખેથી પસાર થાય છે