આ અમરેલી ની મહિલા એ ચોથા માળે થી કૂદકો મારી ને મોત ને ભેટી જતા જતા સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…..

ગુજરાત

રાજ્ય અને દેશમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના આપઘાત પાછળનું કારણ ઘણીવાર જાણવા મળે છે અને કેટલીક વખત આપઘાત કરનાર વ્યક્તિની સાથે તેને દબાવી દેવામાં આવે છે. હાલમાં આવો જ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના જ ફ્લેટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી.

ચાલો તમને વિગતવાર જણાવીએ. જેની વાત કરીએ તો આ આપઘાતની ઘટના અમરેલીની છે જ્યાં લાઠી રોડ સ્થિત ગોકુલધામ એપાર્ટમેન્ટમાં રહેતી ગીતા બોદર નામની મહિલાએ ચોથા માળેથી પડીને આપઘાત કરી લીધો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ માટે સોંપી હતી. બાદમાં આજે તેના ઘરેથી ડાયરીમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસકર્મી સહિત ત્રણ લોકોએ ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

પોલીસ સુસાઇડ નોટમાં લખેલા નામની તપાસ કરી રહી છે. સુસાઈડ નોટની સત્યતા ચકાસવા માટે પોલીસ નિષ્ણાતની મદદ પણ લઈ શકે છે. સુસાઈડ નોટમાં કોનું નામ છે? પ્રિયંકા જોષી, અમરેલી પોલીસ અધિકારી મોરી અને રાજદીપ વાળાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે, જે મૃતક મહિલાએ આપઘાત કરતા પહેલા લખી હોવાનું મનાય છે. કહેવાય છે કે આ ત્રણેય શખ્સો તેની પાછળ પડ્યા હતા. આ ઉપરાંત કરણ બોદરે લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો છે.

આમ આ ઘટના બાદ અમરેલીના ઈન્ચાર્જ એસપી કે.જે.ચૌધરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ઘટનામાં એક સુસાઈડ નોટ મળી આવી છે. સીટી પોલીસે આ સુસાઈડ નોટ મામલે તપાસ શરૂ કરી છે. આમ આ મામલાએ અચાનક જ જુદો વળાંક લીધો છે. જેની શોધ આ સુસાઈડ નોટ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *