દેશના મોટાભાગની જગ્યાએ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર આવતા જ લોકો ખુબ આનંદિત થઇ જતા હોય છે. તે દિવસે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને દિવાળીની ઉજવણી કરતા હોય છે. પરંતુ ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને કચ્છનું મુખ્ય મથક ભુજમાં દિવાળીની અલગ જ રીતે ઉજવણી કરવામાં આવે છે.
સાવરકુંડલાની દિવાળીની શરૂઆત એ સમયમાં થઇ જયારે સમગ્ર દેશમાં રજવાડાનું શાસન ચાલતું હતું. તે સમયમાં સાવર અને કુંડલા નાવલી નદી દ્વારા અલગ પડેલા ગામો હતા. બંને ગામના રહેવાસીઓ દર દિવાળીના દિવસે નદી કિનારે ભેગા થતા અને એક બીજા પર ફટાકડા ફોડતા જાણો યુદ્ધ જામ્યું હોય. પરંતુ, અત્યાર સુધી કોઈને નુકશાન નથી થયું.
તેટલું જ નહીં પણ આજે પણ સાવરકુંડલાના રહેવાસીઓ અને ગ્રામજનો બજારમાંથી ફટાકડાની ખરીદી કરતા નથી કારણકે તેઓ તેની બનાવટ ઘરે જ કરે છે. ઘરે બનાવેલા ફટાકડાને ઇંગોરીયા અને કોકડી તરીકે ઓરખવામાં આવે છે. જયારે સરગાવવામાં આવે છે ત્યારે તે બળી જાય છે. તેના માધ્યમો બદલાયા પણ ઇંગોરીયાની લડાઈ આજે પણ ચાલુ જ છે.
ઇંગોરીયા એ ઝાડનું ફળ છે જે ગામની બહાર ઉગી નિકરે છે. તે ફળમાં અંદર રહેલી દરેક વસ્તુ કાઢી નાખવામાં આવે છે અને પોટાશ, કોલસાનો પાવડર અને બીજા જ્વલનશીલ પદાર્થો ભરેલા હોય છે. કોકડી પણ વાસના લાકડામાંથી બનાવવામાં આવે છે. અંદાજિત છ દાયકા પહેલાથી આ રમત રમાતી હશે.
શહેરમાં હકીકતમાં કોઈને ખબર નથી કે આ અનોખી દિવાળીની ઉજવણીની શરૂઆત ક્યારે થઇ. ભાવનગરના મહારાજાએ એક પ્રસંગ તરીકે શરુ કર્યું હતું જેથી આજે બધા દિવાળીના દિવસે ઉજવણી કરે છે અને તે એક ધાર્મિક વિધિનો ભાગ બની ગઈ છે. તે દિવસે સાવરકુંડલામાં પોલીસ બંડીબસ્ત પણ ગોઠવવામાં આવે છે. દૂર દૂરથી લોકો આ જોવા માટે સાવરકુંડલા ખાતે આવે છે.