દેશના વીર સૈનિકો પોતાની ફરજ દરમિયાન તો દેશની સેવા કરે છે.આર્મી જવાન જયારે ફરજ પર હોય ત્યારે તો ભારત માતાની સેવામાં કોઈપણ જાતની ખોટ પડવા દેતા નથી જયારે તે નિવૃત થાય ત્યારે પણ જો દેશની સેવા કરવાનો લાભ મળે તો તે લાભ જવા દેતા નથી આજે હું તમને એક એવા વીર સૈનિક વિષે વાત કરવાનો છું જે નિવૃત થયા પછી પણ કંઈક એવું કાર્ય કરીને દેશની સેવા કરે છે
ગુજરાતના એક એવા આર્મી જવાન વિષે વાત કરવા જઈ રહ્યો છું જે પોતાની સેવા માંથી નિવૃત થઇ ચુક્યા છે પણ ઘરે બેસી રહેવાની જગ્યાએ આજે દેશ ભક્તિનું કામ કરી રહ્યા છે.ભારત ભાઈ કચ્છ જિલ્લાના એક નિવૃત આર્મી જવાન છે.
ભારત ભાઈ આર્મી માંથી નિવૃત થઇ છોકરીઓને આર્મીમાં જોડાવાની ટ્રેનિંગ આપે છે.ભારત ભાઈ નું એક સપનું છે કે દેશની સેવા કરવા માટે વધારેમાં વધારે યુવાનો આર્મીમાં જોડાય તે માટે ભારત ભાઈ ખુબ મહેનત કરી રહ્યા છે.તેમની પાસે ટ્રેનિંગ લઈ રહેલી છોકરીઓને ફિઝિકલ ટેસ્ટ થી માંડીને પરીક્ષા સુધીની દરેક માહિતી આપે છે.તે દીકરીઓને શરીરિક રીતે મજબૂત બનાવા માંગે છે.
ભારત ભાઈ પોતાના કરિયરમાં ઘણા મહત્વના કામ કરી ચુક્યા છે.ભારત ભાઈ છોકરીઓને ૩૦ દિવસની ટ્રેનિંગ આપે છે આ ટ્રેનિંગમાં ભારત ભાઈ છોકરીને એટલી મજબૂત બનાવે છે કે તે પોતાની જંદગીની ગમેતે પરીક્ષા પાસ કરી મૂકે તે દીકરીઓને માનસિક અને શરીરિક બંને રીતે મજબૂત કરવાનું કાર્ય કરે છે.
ભારત ભાઈના કહેવા પ્રમાણે દીકરીઓને ઘણા ઊંચા સપના જોતી હોય છે પણ માગદર્શન અભાવે તે સપના તૂટી જતા હોય છે ભારત ભાઈ આજે સમાજમાં ખુબ સારું કાર્ય કરી રહ્યા છે.તે દીકરીઓને આર્મીમાં જોડાવાની ટ્રેનિંગ આપીને દેશની સેવા કરી રહ્યા છે