બનાસકાંઠા ના સુઈગામ તાલુકા માં કટાવધામ આવેલ છે કટાવધામ ખાખીજી મહારાજ ની તપોભૂમિ અને વિશ્વકર્મા ભગવાન નું ભવ્ય મંદિર ના દશૅનાથીઓ મોટી સંખ્યામાં દુરદુરથી લકઝરી અને પ્રાઈવેટ પોતાના વાહનો લઇને આવતાં હોય છે.
દર પુનમે ભાભર તેમજ આજુબાજુના ગામો માંથી લોકો નો મોટો મેળાવડો જામે છે ભાભર થી કટાવધામ અગીયાર કિ.મી. નો રોડ બિસ્માર હાલતના હોવાથી અવરજવર કરતા વાહન ચાલકો રોડ ઉબડખાબડ અને ખાડા ના કારણે વાહન ને નુકસાન થાય છે અકસ્માત નો ભય લાગે છે.
લાડુલા સણવા કટાવ થી ભાભર માં ધંધાર્થી ઓ આવતા બાઈક ચાલકો આ રસ્તા પર અકસ્માત નો ભોગ બન્યા છે ચાર વષૅ થી રોડ નુ કોઈ સમાર કામ ના થતું હોવાથી મોટા ખાડા થી વાહનો પછડાતા મણકા નોખા કરી નાખે તેવી દશા થી લોકો પરેશાન થઈ રહ્યા છે આ રોડ સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ તો રોડ પર ખાડા છે કે ખાડા માં રોડ છે તેવી કહેવું મુશ્કેલ છે.