આશાપુરા માતાજી આ મંદિરમાં ખુદ પોતે બિરાજમાન છે, ત્યાં દર્શને તો ઘણા લોકો ગયા હશે પણ તે મંદિરની આ ખાસ વાત વિશે તમે નહિં જાણતા હોય.

Uncategorized

જ્યારે જ્યારે વિશ્વમાં મંદિરોની વાત થાય ત્યારે ભારતનું નામ ગુંજી ઊઠે છે, તેમાં પણ ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે અને તે દરેક મંદિર પોતાની કોઈના કોઈ ચમત્કાર માટે જાણીતા છે. દરેક મંદિરમાં ભક્ત ગણો દૂરથી દર્શનાર્થી આવતા હોય છે અને મંદિરમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા હોય છે, આજે અમે તમને એવા જ એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર વિશે વાત કરીશું, આ આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર કચ્છ જિલ્લાના ભુજ થી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલું છે.

આ મંદિર ગુજરાત અને સમગ્ર વિશ્વભરમાં માતાનામઢ તરીકે ઓળખાય છે, આ મંદિરમાં દેશભરમાંથી લોકો દૂર-દૂરથી આવતા હોય છે અને દર્શનનો લ્હાવો પ્રાપ્ત કરે છે. આ મંદિરની આસપાસ માં નાની નાની ટેકરીઓ આવેલી છે, તે મંદિરમાં આશાપુરા માની સ્વયંભૂ મૂર્તિ આવેલી છે, તેથી મંદિરમાં આવતા દર્શનાર્થીઓને આશાપુરા માતાજી સાક્ષાત હોય તેવું લાગે છે.

આ આશાપુરા માતાજીના મંદિર પાછળ જાણવા જેવો એક રહસ્યમય ઇતિહાસ રહેલો છે, જો તે વાત કરવામાં આવે તો આજથી દોઢ હજાર વર્ષ પહેલાં એક વાણિયાએ હાલમાં જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં આસો મહિનાની નવરાત્રી હોવાથી તે જગ્યા પર માતાજી બેસાડ્યા હતા અને તેમની પૂજા અર્ચના કર્યો હતો.

તે વાણિયા ભાઈની ભક્તિ જોઈને માતાજી ખૂબ જ ખુશ થઈ ગયા અને તે રાત્રે વાણિયાના સ્વપ્નમાં માતાજીએ કહેલું કે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે તે જગ્યાએ મારું ભવ્ય અને મોટું મંદિર બંધાવજે, મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દરવાજા ખોલતો નહિ. બાદમાં તે વાણિયો મંદિરનું ધ્યાન રાખતો હતો.

તે પછી વાણિયાને તે મંદિરમાં ઝાંઝરનો અવાજ સંભળાયો તે સમયે પાંચ મહિના થયા હતા તે મંદિરની અંદર ગયો તો માતાજીના ભવિષ્ય મંદિરના દર્શન થયા. તે પછી તે ભક્ત યાદ આવ્યું કે માતાજી કહેવા પ્રમાણે તેને એક મહિના પહેલા દરવાજા ખોલી દીધા છે.

તે સમય દરમિયાન માતાજીની અર્ધવિક્સિત મૂર્તિનું નિર્માણ થયું હતું, જેથી વાણિયાએ માતાજી આગળ માફી માફી તો માફ કરી દીધા હતા. આ કારણે આજે પણ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાના મઢમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *