તમે અત્યાર સુધી ઘણી લોક વાયકાઓ સાંભરી હસે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. અને આજે ભારત અને વિશ્વભરના લોકો ભારતીય સંસ્કૃતિની શ્રધ્ધામાં વિશ્વાસ રાખતા હોય છે. ભારતમાં એવા ઘણા મંદિરો આવેલા છે કે જ્યાં સાચી શ્રધ્ધા અને વિશ્વાસ થી માનતા રાખવામાં આવે તો ધારેલા કામો પૂર્ણ થતાં હોય છે. આજે અમે તમને એવા જ એક ચમત્કારિક મંદિર વિશે જણાવીશું કે જ્યાં માનતા રાખવાથી પથરી નીકળી જાય છે અને કાયમ માટે પથરી જેવા રોગ માંથી મુક્તિ મળી જાય છે.
આ મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા થી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તે ગામનું નામ છે રસાણા. તે ગામની અંદર વીર મહારાજનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે તે મંદિરમાં બાધા રાખવાથી પથરી ના રોગ માંથી છુટકારો મળે છે. અહી આવનાર ભક્તો મંદિરમાં આવીને ત્યાંના પૂજારી જોડે લાલ દોરો બંધાવે છે. પછી એક મહિનાના સમયગાળામાં પથરી નીકળી જાય છે અને તેના દુખાવામાં રાહત મળે છે. જ્યારે તે પથરી શરીરમાંથી નીકળી જાય છે ત્યારે તેને મંદિરમાં ચડાવવામાં આવે છે.
આજે પણ ભક્તો હજારોની સંખ્યામાં ત્યાં આવે છે અને ત્યાં તેમની બધાથી પથરી નીકળી જાય છે અને તે પથરીને ત્યાં કાચની બોટલમાં રાખવામાં આવે છે. આસપાસ જ નહીં પણ લોકો દૂર દૂર થી ત્યાં આવે છે અને બધા રાખે છે. તેઓ પથરીમાંથી છુટકારો પણ મેળવે છે.
ત્યાં નાની થી લઈને 40 mm સુધીની પથારીમાંથી રાહત મળી છે. તે મંદિરમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ મંદિર ખૂબ જ જાણીતું બન્યું છે.