એક મહિલા બગીચામાં ફરી રહી હતી અને ફરતા ફરતા તેને કંઈક એવું મળી ગયું કે જેની કિંમતનો અંદાજો લગાવી શકાય નહીં. એ બધુ ત્યારે થયું જ્યારે મહિલા પતિ સાથે બગીચામાં હતી. મહિલાએ જ્યારે હીરાને જોયો ત્યારે સમજ ન પડી કે આ હીરો છે પરંતુ જ્યારે તે નજીક ગઈ અને જોયું તો તે સ્પષ્ટ છે અને ચમકી રહ્યો છે ત્યારબાદ મહિલાએ તેને ઉઠાવી લીધો હતો. આ ઘટના અમેરિકાના કેલિફોર્નિયાની છે. એક ન્યૂઝ ચેનલના માહિતી મુજબ અહીંના એક વિસ્તારની રહેવાસી મહિલા જેનું નામ નોરેન છે.
આ મહિલા સ્થાનિક બગીચામાં પોતાના પતિ માઇકલ સાથે પહોંચી હતી. આ દરમિયાન મહિલાએ જમીન પર ચમકતા હીરાને જોયો. મહિલાએ જણાવ્યું કે આ એક હીરો હતો પરંતુ તે સ્પષ્ટ વધુ ચમકદાર હતો ત્યારબાદ મહિલાએ તેને લઈ લીધો. ત્યારબાદ મહિલા અને તેનો પતિ હીરાને ઉઠાવીને ઓળખ માટે ડાયમંડ ડિસ્કવરી સેન્ટરમાં લઈ ગયા. જ્યારે ત્યાં અધિકારીઓએ તેની ઓળખ કરી તો બધાના હોશ ઊડી ગયા. આ ચમકતો પથ્થર એક ખૂબ મોટો અને કિંમતી પીળો હીરો નીકળ્યો.
૪.૩૮ કેરેટનો આ દુર્લભ પીળો હીરો ખૂબ જ કિંમતી હોવાનું કહેવામાં આવ્યું જેની કિંમતનો અંદાજો લગાવી શકાતો નથી. હાલમાં અધિકારીઓએ જણાવ્યું કે ૪.૩૮ કેરેટ વજનના હીરો ગત ઓક્ટોબર બાદ પાર્કમાં મળનારો સૌથી મોટો હીરો છે. જોકે એ કહેવામાં આવ્યું નથી કે શું આ મહિલાને કંઈક ઈનામ પણ આપવામાં આવશે કે નહીં. પાર્ક ઇંટરપ્રેટર વેમાન કોક્સનું કહેવું છે કે પાર્કમાં સૌથી મોટા હીરા જમીનની એકદમ ઉપર જોવા મળે છે અમને માટીની ઢીલી કરવા અને પ્રાકૃતિક રક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમય સામે પર શોધ વિસ્તારની જીજ્ઞાશા છે.
પાર્કના અધિકારીઓએ કહ્યું કે ૪.૩૮ કેરેટ વજનનો નોરેનનો હીરો ગત ઓક્ટોબર બાદ પાર્કમાં મળનારો સૌથી મોટો હીરો છે. હાલમાં જ ભારતના મધ્ય પ્રદેશ સ્થિત પન્ના જિલ્લાના છીછરી ખાણોમાંથી એક દુર્લભ હીરો મળ્યો હતો. તેને એક મજૂરે શોધી કાઢ્યો હતો. આ હીરાની હરાજીમાં એક મજૂર લાખપતિ બની ગયો હતો. હરાજીમાં એક મજૂરને મળેલો ૮.૨૨ કેરેટ વજનનો હીરો ૩૭ લાખ ૭ હજાર રૂપિયામાં વેચાયો હતો.