ભારતીય હવામાન વિભાગે દેશ ના ૪ રાજ્યોમાં ભારે વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે પૂર્વોત્તર, પૂર્વી ભારત અને ઉત્તર પ્રદેશ ના ઉતરી ભાગ માં અને બિહાર માં ૧૪ ઓગસ્ટ સુધી માં ભાર વરસાદ થવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આ વિસ્તારો માં ૧૫ ઓગસ્ટ પછી વરસાદ નું જોર ઘટી જશે. અધિકારી ના જણાવ્યા મુજબ ઉત્તર ભારત ના મેદાની વિસ્તાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય ભારત, મહારાષ્ટ્ર, અને ગુજરાત માં સહીત ના તામિલનાડુ અને કેરળ ની બિહાર ના વિસ્તારમાં ૧૫ ઓગસ્ટ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, ઓગસ્ટ પછી આ ગતિવિધિ વધશે. આગામી પાંચ દિવસના સમયમાં તમિલનાડુ અને કેરલમાં હળવાથી લઇને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમિલનાડુમાં ૧૧ થી ૧૪ ઓગસ્ટના રોજ વરસાદની આગાહી છે અને કેરલમાં ૧૧ અને ૧૨ ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, દેશભરમાં નબળું ચોમાસું આગામી ૧૧ થી ૧૫ ઓગસ્ટ સુધી રહેવાની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વોત્તર અને પૂર્વી ભારત, ઉત્તર પ્રદેશ અને બીહારમાં ભારે વરસાદ ૧૪ ઓગસ્ટ સુધી રહેશે અને ત્યારબાદ વરસાદ ઓછો થવાની સંભાવના છે.
ભારતીય હવાનામાન વિભાગે આપેલા આંકડા અનુસાર દેશમાં ૧ જૂનથી ૧૦ ઓગસ્ટ સુધીમાં દેશમાં વરસાદ ઓછો રહ્યો છે. અસમ, મેઘાલયમાં ૧૧ થી ૧૩ ઓગસ્ટ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગંગા કિનારામાં વિસ્તારમાં ૧૧ થી ૧૪ ઓગસ્ટ સુધીમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી છે. પશ્ચિમી હિમાચલના વિસ્તારોમાં આગામી ૫ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં સામાન્યની તુલનામાં ૪૫ % ઓછો વરસાદ થયો છે. તેના કારણે ડેમોમાં પાણીનું જળસ્તર પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં ૨૦૦ કરતા વધારે ડેમ અને જળાશયો છે પણ તે પાણીની ક્ષમતા કરતા અડધા ભરાયેલા છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે ડેમોમાંથી લગભગ ૫ લાખ હેક્ટર જમીનને પાણી આપવાનો નિર્ણય કર્યો છે.