જાણો ઓગસ્ટ મહિનામાં ક્યાં તહેવારો આવશે

Latest News

ભારત તહેવારો નું એક અલગજ મહત્વ છે આજે ભારત માં અલગ અલગ ધર્મ દ્વારા વિવિધ જાતના તહેવારો ઉજવામાં આવે છે તહેવાર આવવાની સાથેજ બધા લોકોના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે ભારત માં અલગ અલગ સંપ્રદાય ના લોકો રહે છે છતાં બધા સાથે મળીને તહેવારો ઉજવે છે અને આખા વિશ્વ સામે એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે તેમાં પણ ઓગસ્ટ મહિના માં ખુબ તહેવારો આવે છે આ મહિના ને તહેવારોનો મહિનો પણ માની શકાય છે આમ આ આઠમો મહિનો ઈંગ્લીશ માં તેને ઓગસ્ટ કહેવામાં આવે છે અને ગુજરાતી કેલેન્ડર માં તેને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે.


તો મિત્રો તમે બધા જાણતા હશો કે હિન્દૂ ધર્મ માં શ્રાવણ મહિનાને ખુબ પવિત્ર માનવામાં આવે છે મહાદેવ ના શિવાલયો હર હર મહાદેવના નારા થી ગુંજી ઉઠે છે શિવજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી વર્ષ દરમિયાન શિવજી તમારા ઉપર પ્રસન્ન થાય આજે શ્રાવણ મહિના માં વિવિધ પૂજા પાઠ કરવામાં આવે છે આજે હું તમને બતાવીશ કે શ્રાવણ મહિના માં કેટલા તહેવારો કઈ તારીખે આવશે.


સૌપ્રથમ ઓગસ્ટ મહિનાની ચોથી તારીખ એટલેકે બુધવારે આવે છે કામીકા એકા દશી આવે છે તે દિવસ ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કામીકા એકા દશીના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા વિધિ વિધાન થી કરવામાં આવે તો વિષ્ણુ ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના બીજા દિવસે એટલે કે ગુરુવારે આવે છે કૃષ્ણ પ્રદોષ વ્રત આવે છે તેના પછી આવે છે માસિક શિવરાત્રી જે ઓગસ્ટ મહિનાની છઠી તારીખે આવશે ૧૧ ઓગસ્ટ આવે છે હરિયારી ત્રીજ આ દિવસે મહિલાઓ માતા પાર્વતી અને ભગવાન શંકર ની પૂજા કરે છે.


૧૨ ઓગસ્ટ બુધવારે ના રોજ વિનાયક ચતુર્થી આવે છે આ દિવસે ગણેશજી ની પૂજા કરવામાં આવે છે ૧૮ ઓગસ્ટ બુધવારે પુત્રદા એકાદશી આવે છે ૨૨ ઓગસ્ટ આવે છે જે દરેક બહેન પોતાના ભાઈ ના હાથ પર રાખડી બાંધે છે એટલે કે રક્ષાબંધન આવે છે આ તહેવાર ને ખુબ ઉત્સાહ અને આનંદ થી ભરપૂર હોય છે ત્યાર પછી ૨૫ ઓગસ્ટ બુધવાર ના રોજ કજરી ત્રીજ આવે છે જે દિવસે પરણેલી સ્ત્રીનો પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે ઓગસ્ટ મહિનાનો છેલ્લો તહેવાર આવે છે જન્માષ્ટમી જે ૩૦ ઓગસ્ટ મંગળવારે આવે છે તે દિવસે ભગવાન કૃષ્ણ ના મંદિર માં ભક્તોનું ઘોડા પૂર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *